યાર્ડનાં વર્તમાન ચેરમેન સખીયા અને ધારાસભ્ય રૈયાણીએ કહ્યું પાર્ટી જે નિર્ણય લે શિરોમાન્ય
તાજેતરમાં યોજાયેલી સરધાર સહકારી મંડળીની ચૂંટણીમાં ભાજપનાં બે જૂથો દ્વારા જીત હાંસલ કરવા બરાબરનું એડીચોટીનું જોર લગાવ્યું હતું. જેમાં અરવિંદ રૈયાણીનાં જૂથ સામે નીતિન ઢાંકેચાનાં જૂથનો વિજય થયો હતો. રાજકોટ લોધિકા સંઘમાં નીતિન ઢાંકેચાનાં જૂથ સામે રૈયાણી જૂથનો વિજય થયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
ભાજપ દ્વારા સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં મેન્ટેડ પ્રમાણે જ ઉમેદવારી કરાશે. તેવી જાહેરાત કરવામાં આવ્યા બાદ ચૂંટણી હવે પક્ષનાં આદેશ પ્રમાણે લડવાની રહેશે.
રાજકોટ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી જાહેરાત થયાનાં દિવસોથી રૈયાણી અને ઢાંકેચા જૂથ તેલ અને તેલની ધારની જેમ આગળ વધી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ગાંધીનગર ખાતે યોજાયેલી સહકાર સંમેલનમાં રાજકોટ મા.યાર્ડની ચૂંટણીને લઈને ભાજપનાં બે જૂથોએ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને મળી પોતાનો દાવો રજૂ કર્યાનું જાણવા મળ્યું છે.
યાર્ડનાં વર્તમાન ચેરમેન ડી.કે.સખીયાએ જણાવ્યું હતું કે, રાજ્યનાં મંત્રી જયેશભાઈ રાદડીયાને મળી પાર્ટી જે નિર્ણય તે સ્વીકારીશું.
Read About Weather here
યાર્ડની ચૂંટણી પક્ષનાં આદેશ પ્રમાણે લડીશું તેમ ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ જણાવ્યું છે. ભાજપ દ્વારા સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં મેન્ટેડ પ્રમાણે ઉમેદવારી કરાશે. તેવી જાહેરાત કરવામાં આવ્યા બાદ રાજકોટ મા.યાર્ડની ચૂંટણીમાં ભાજપનાં બંને જૂથો પક્ષ દ્વારા જે નિર્ણય લેવામાં આવે તે શીરો માન્ય હોવાનું જણાવી રહ્યા છે.
રાજકોટ મા.યાર્ડની ચૂંટણીમાં આગામી તા.23 મી એ ઉમેદવારી પત્રક ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઇ જશે.(1.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here