ભાઈ ભાઈ ના રહા…!

ભાઈ ભાઈ ના રહા...!
ભાઈ ભાઈ ના રહા...!
પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યારા નાનાભાઇએ ટીવી સિરિયલ ક્રાઇમ પેટ્રોલ જોઇ હત્યા કરવાનું શીખી મોટાભાઇના માથાના ભાગે બેટ મારી પતાવી દીધો હોવાનું ખુલ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં નાનાભાઇએ જ મોટાભાઈની હત્યા નીપજાવી હોવાનું સામે આવ્યું છે. જોકે પોલીસે હત્યારા નાનાભાઇને સકંજામાં લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  

બંને સગા ભાઇ ચંપલ બનાવવાની ફેક્ટરીમાં કામ કરતા હતા અને કામ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવા GIDC પાછળ ચંપલ બનાવવાની ક્લાસિક પોલિમસ ફેક્ટરીમાં કામ કરતા આગ્રાના રહેવાસી બે

સગા ભાઇઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા બનાવ હત્યા સુધી પહોંચી ગયો હતો. જેમા હત્યારા સાવન શ્રીનિવાસે તેના જ મોટાભાઇ પવન શ્રીનિવાસને માથાના ભાગે બેટ મારી હત્યા નીપજાવી હતી.

બનાવની જાણ થતા એરપોર્ટ પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. નાનાભાઈએ જ મોટાભાઈની હત્યા કરી હોવાનું માલુમ થતા પોલીસે હત્યારા સાવનને સકંજામાં લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા મુજબ મૃતક પવન અને સાવન બન્ને સગા ભાઈઓ છે. બંને મૂળ આગ્રાના રહેવાસી છે અને છેલ્લા કેટલાક સમયથી રાજકોટમાં ચંપલ બનાવવાની ક્લાસિક પોલિમસ ફેક્ટરીમાં કામ કરે છે.

બંને ભાઈઓમાં પવન મોટો ભાઈ છે જે પરિણીત છે અને સાવન નાનો ભાઈ છે જે અપરિણીત છે. બંને વચ્ચે બોલાચાલી થતા નાના ભાઈએ મોટાભાઈને માથાના ભાગે બેટ મારી હત્યા નીપજાવી હત.

હાલ હત્યારા સાવનને સકંજામાં લઇ તેની પૂછપરછ ચાલુ છે અને મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવી હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ફરી એક વખત ટીવી સિરિયલ ક્રાઇમ પેટ્રોલમાંથી હત્યા કરવાનું શીખી ગુનો કર્યાની ઘટના રાજકોટમાં સામે આવી છે.

આજે થયેલી હત્યાના બનાવમાં પણ આરોપીએ ક્રાઇમ પેટ્રોલ સિરીયલ જોઈ તેમાંથી હત્યા કરવાની શીખ મેળવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ અગાઉ પણ રાજકોટના બેથી ત્રણ બનાવમાં આરોપી ક્રાઇમ પેટ્રોલ સિરીયલ જોઈ તેમાંથી ગુનો કરવા શીખ મેળવી હોવાનું સામે આવ્યું હતું.

એક મહિના પહેલા મનહરપુરમાં રહેતા શૈલેષ ભૂપતભાઈ પંચાસરા નામના 25 વર્ષના યુવકે મધરાત્રિના પોલીસ કંટ્રોલ રૂમ પર ફોન કરીને કહ્યું હતું કે ‘મારી પત્ની ચારિત્રહીન છે, તેના લફરાંથી કંટાળીને તેને મેં પતાવી દીધી છે.

ક્યા પોલીસ સ્ટેશનમાં હું હાજર થાઉં.’ શૈલેષની વાત સાંભળીને એક તબક્કે તો કંટ્રોલ રૂમના સ્ટાફને લાગ્યું હતું કે દારૂના નશામાં કોઈ શખસ ખોટો ફોન કરીને ગેરમાર્ગે દોરો રહ્યો છે.

યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડાંગર સહિતનો સ્ટાફ ત્યાં પહોંચતાં જ તે પોલીસની સામે ચાલ્યો હતો અને એસઆરપી કેમ્પ પાછળ અવાવરૂ સ્થળ પર લઈ જઈ તેની પત્ની નેહા (ઉં.વ.22)નો મૃતદેહ પોલીસને બતાવ્યો હતો.

Read About Weather here

બાદમાં પોલીસે શૈલેષની ધરપકડ કરી હતી.પોલીસે ખરાઈ કરવા માટે સરનામું પૂછ્યું. શૈલેષે ઘંટેશ્વર એસઆરપી કેમ્પ પાસે પોલીસને મોક્લવાનું કહ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here