ભરતીમાં છબરડા કરીને પાસ થનારા 5 શખ્સોના રિમાન્ડની તજવીજ

ભરતીમાં છબરડા કરીને પાસ થનારા 5 શખ્સોના રિમાન્ડની તજવીજ
ભરતીમાં છબરડા કરીને પાસ થનારા 5 શખ્સોના રિમાન્ડની તજવીજ

સુરેન્દ્રનગર જવાહર ગ્રાઉન્ડ ખાતે છેલ્લા અનેક દિવસથી પોલીસ અને પીએસઆઇ માટેની શારીરિક કસોટી ની પરીક્ષા યોજવામાં આવી રહી છે તેવા સંજોગોમાં અનેક ઉમેદવારો એ શહેરના જવાહર ગ્રાઉન્ડ ખાતે પરીક્ષા આપી છે ત્યારે ગઈકાલે સવારે શારીરિક કસોટી આપના રાજકોટના ચાર અને અન્ય એક જિલ્લાના ઉમેદવાર દ્વારા કોલ લેટરમાં છેડછાડ કરવામાં આવી હતી અને સમયમાં ફેરફાર કરી અને પરીક્ષા આપી અને પાસ પણ થઇ ગયા હતા તે સમયે ત્યાંના સ્થાનિક સ્ટાફ દ્વારા આ પાંચ ઉમેદવારો ને ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેમની સામે સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો

Visit Saurashtra Kranti Homepage here

સુરેન્દ્રનગરનાં જવાહર ગ્રાઉન્ડમાં યોજાએલ પીએસઆઇ અને એલઆરડીની ભરતીના કોલલેટરમાં છેડછાડ કરીને પરીક્ષા આપીને પાસ થનારા 5 આરોપીના રિમાન્ડની તજવીજ હાથ ધરાઇ છે.સુરેન્દ્રનગર ખાતે પોલીસની શારીરિક કસોટીમાં કોલ લેટરમાં છેડછાડ કરનાર રાજકોટના ભકિતનગર પોલીસ મથકનો હેડ કોન્સ્ટેબલ હોવાનો ધડાકો થયો છે.જેમાં પાચ આરોપી ઉમેદવારોમાં મુંજકા રહેતો મહેશ દિનેશભાઇ સેગલીયા હાલમાં જ પ્રમોશન મેળવી કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ તરીકે નિમણૂક પામ્યો હતો: પોલીસ બેડામાં ખળભળાટ થયો છે.

Read About Weather here

જેમાં કોલ લેટરમાં છેડછાડ કરનાર અન્ય આરોપીમાં આશીષકુમાર પાતુભાઇ ગઢવી, જયદિપસિંહ નટુભાઇ ગોહીલ (રહે.ગામ પીપ તા.વીંછીયા જિ.રાજકોટ) પ્રવિણભાઇ કરમશીભાઇ સાકરીયા (રહે.ગામ-ફલજર તા.વીંછીયા જિ. રાજકોટ) કિશન વજાભાઇ રાઠોડ (રહે. પાળીયાદ જસરામની વાડીમાં, જિ.બોટાદ)નો સમાવેશ થાય છે. અનેક ઉમેદવારોએ આવા ખોટા કોલ લેટર અને ગડબડ કરીને પરીક્ષા આપી હોવાની આશંકા પરંતુ આ ઉમેદવારો નાપાસ થયા હોવાના કારણે ઝડપાયા ન હોવાનેં પ્રાથમિક તારણ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here