ગુજરાત કોંગ્રેસના એક સમયના પ્રદેશ પ્રમુખ અને રાજ્યનાં ટોચનાં નેતાઓમાં જેમની ગણતરી થાય છે એવા ભરતસિંહ સોલંકી એક અણધાર્યા વિવાદની આંધીમાં સપડાઈ ગયા છે અને એમને આ સ્થિતિમાં લાવવા પાછળ ખૂદ એમના રિસાયેલા ધર્મપત્ની રેશ્મા પટેલ જ નિમિત બન્યા હોવાનું જાણવા મળ્યું છે. માત્ર 24 વર્ષની યુવતી સાથે બંગલામાં એક રૂમમાં પુરાયેલા મળી આવેલા ભરતસિંહનો વાયરલ થયેલો વિડીયો કોંગ્રેસ હાઈકમાન્ડ સુધી પહોંચી ગયો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
રાજકીય નિરીક્ષકો એવું માની રહ્યા છે કે, વરિષ્ઠ નેતાનો વાયરલ વિડીયો આવનારી ચૂંટણીઓમાં કોંગ્રેસ માટે ખૂબ જ નુકશાનકારક સાબિત થઇ શકે છે અને ભરતસિંહ સોલંકીની રાજકીય કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકી શકે છે.અનેક સુત્રોમાં પણ એવી ચર્ચાઓ ચાલે છે કે, ભરતસિંહના એક યુવતી સાથેના પ્રકરણનો આખો વિડીયો છેક દિલ્હી કોંગ્રેસ મોવડી મંડળ સુધી પહોંચી ગયો છે.કોંગ્રેસની નેતાગીરી પણ આ પ્રકરણથી સ્તબ્ધ બની છે. એવું પણ બહાર આવ્યું છે કે, ગુજરાત કોંગ્રેસના નેતાઓએ પણ મોવડી મંડળ સમક્ષ ભરતસિંહ સોલંકીની ઘણીબધી ફરિયાદો કરી છે.
Read About Weather here
જે એમના માટે આગામી દિવસોમાં રાજકીય રીતે નુકશાનકારક સાબિત થઇ શકે છે. મોવડી મંડળ આગામી દિવસોમાં આ વાયરલ વિડીયોનો મામલો હાથમાં લઇ પગલા લ્યે તેવી શક્યતા છે.ભરતસિંહ અણધાર્યા વિવાદોના વમળમાં સપડાયા છે એ માટે ખૂદ એમના રિસાયેલા ધર્મપત્ની રેશ્મા પટેલ જ કારણભૂત બન્યા છે. રેશ્મા પટેલે જ રેકી કરીને આણંદ ખાતેનાં ભરતસિંહના બંગલા પર હલ્લાબોલ કર્યું હતું અને ત્યાં એક રૂમમાં ઘુસી જઈ બર્મુડા અને ટીશર્ટ પહેરેલા ભરતસિંહ તથા એ યુવતીનો વિડીયો ઉતારી લીધો હતો. ભરતસિંહનાં પત્ની રેશ્માએ એ યુવતીના વાળ ખેંચીને મારવાનું શરૂ કર્યું ત્યારે ભરતસિંહ બચાવવા વચ્ચે પડ્યા હતા એ પણ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ આવે છે.આ વિડીયો વાયરલ થતા જ ગુજરાતનાં રાજકારણમાં અને ખાસ કરીને કોંગ્રેસના રાજકારણમાં મોટો ભૂકંપ સર્જાયો હોય એવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ વિડીયોની સૌરાષ્ટ્ર ક્રાંતી પુષ્ટી નથી કરતું. મોવડી મંડળ ખૂબ જ કડક અને આકરું વલણ દાખવે તેવી પૂરી શક્યતા છે. તેવું ચર્ચાઇ રહ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here