યુવકનો 7 વર્ષનો દિકરો રડીને તેના પિતાને છોડી દેવાની ભીખ માંગતો હતો તેમ છતાં લોકોએ તેને ઢોર માર માર્યો હતો. આ વીડિયા વાયરલ થયા પછી પોલીસે અમુક લોકોની ધરપકડ કરી લીધી છે.છેડતીના આરોપમાં હાથ-પગ બાંધીને રસ્તા પર ઢસડ્યો, દિકરો પિતાની ઢાલ બનીને આગળ આવ્યો તો પણ દંડા મારતા રહ્યા મધ્યપ્રદેશના ગુનામાં છોકરીની છેડતીની શંકામાં એક યુવકને તાલિબાની સજા આપવામાં આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
યુવકના હાથ પગ બાંધીને તેને રસ્તા પર ઢસડવામાં આવ્યો હતો. ભીડની સામે તેને દંડાથી મારવામાં આવ્યો હતો. યુવકનો દિકરો અને પત્ની તેની ઢાલ બનીને આગળ આવ્યા છતાં લોકોને મારતા રહ્યા હતા.ઘટના શહેરની નાનાખેડી વિસ્તારની છે. સાહુ અને ધાકડ પરિવાર આમને-સામને રહે છે. તેમનો એક વર્ષ પહેલાં પણ કોઈ વાતે ઝઘડો થયો હતો. તે સમયે પણ FIR દાખલ થઈ હતી. શુક્રવારે સવારે પણ સાહુ પરિવારના અજય ધાકડ પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેણે તેમના ઘરની દિકરીની છેડતી કરી હતી.
છોકરીના પરિવારજનો અજયના ઘરે પહોંચ્યા હતા અને તેને પકડીને બહાર લાવ્યા હતા.પગમાં દોરડું બાંધીને ઢસડ્યોધાકડ પરિવારે યુવકના હાથ-પગ બાંધીને તેને ઘણાં અંતર સુઘી ઢસડ્યો હતો. ત્યારપછી લોકોએ તેને લાકડી અને દંડાથી ખૂબ માર માર્યો હતો. છોકરીએ પણ અજયને દંડેથી ખૂબ માર માર્યો હતો. અજયની પત્ની અને દિકરો હાથ જોડીને બધાને કરગરતા રહ્યા પરંતુ છોકરીના પરિવારજનોએ તેમની કોઈ વાત ના માની. એટલે સુધી કે ધાકડ પરિવારની મહિલાઓએ પણ અજયને ઢોર માર્યો હતો.
Read About Weather here
બેભાન થયો ત્યાં સુધી માર્યો, પત્ની પણ ઘાયલખૂબ માર મારવાના કારણે અજય બેભાન થઈ ગયો હતો. આ ઘટનામાં તેની પત્ની પણ ઘાયલ થઈ હતી. લોકો વીડિયો બનાવતા રહ્યાયુવક સાથે કરવામાં આવેલા તાલિબાની હરકતનો લોકો વીડિયો બનાવતા રહ્યા પરંતુ કોઈ આગળ ના આવ્યું. વીડિયો સામે આવ્યા પછી પોલીસે સક્રિય થઈ કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે અમુક આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે.આરોપીઓના ગયા પછી અજય અને તેની પત્નીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here