આવતીકાલે અષાઢી બીજનું પર્વ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં અષાઢી બીજનું મહાત્મ્ય સવિશેષ છે. આવતીકાલે કચ્છી લોકોનું નૂતન વર્ષ છે તથા ભગવાન જગન્નાથજીની રથયાત્રા રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં અનેરા ઉમંગ સાથે ઉજવાશે. રાજકોટમાં કૈલાસધામ આશ્રમ દ્વારા કાલે સવારે 8 વાગે જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ થશે. જે રાજકોટના રાજમાર્ગો પરથી પસાર થઇને સાંજે આશ્રમમાં પરત ફરશે ઇસ્કોન મંદિર દ્વારા કાલે બપોરે 4 વાગે કોટેચા ચોકથી રથયાત્રાનો પ્રારંભ થશે. તથા સ્વામિનારાયણ ગુરૂકુળ દ્વારા કાલે બપોરે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજવામાં આવેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
ભાવિકજનો દર વર્ષે જેની આતૂરતાથી રાહ જોઈ રહ્યા હોય છે તે અષાઢી બીજ નિમિતે ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને શુભદ્રાજીની રથયાત્રા નીકળવાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે રાજકોટમાં પણ આ તહેવારને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ આ રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પણ અત્યારથી સાબદી થઈ જવા પામી છે અને રથયાત્રા નીકળે ત્યારે તેને પોલીસનું અભેદ્ય સુરક્ષાકવચ પૂરૂં પાડવાનું પ્લાનિંગ કરી લેવામાં આવ્યું છે. રથયાત્રામાં ત્રણ રથ જોડાશે અને અને તેમાં 55થી 60 જેટલા વાહનો તો 2000થી 2500 જેટલા ભાવિકો જોડાશે તેવો અંદાજ છે. એક મુખ્ય રથયાત્રા અને છ શોભાયાત્રા મળી કુલ સાત રથયાત્રા નીકળશે.
મુખ્ય રથયાત્રા નાનામવા રોડ પર આવેલા ખોડિયાર આશ્રમેથી નીકળી અંદાજે 22 કિલોમીટર ફરીને પરત ખોડિયાર આશ્રમ પર તેનું સમાપન થશે. રથયાત્રાનો પ્રારંભ સવારે 8 વાગ્યાથી થશે અને સમાપન સાંજે 7 વાગ્યે થશે. આ દરમિયાન પોલીસ દ્વારા રથયાત્રાના પસાર થવાના સમગ્ર રૂટ પર ધાબા પોઈન્ટ, (ડીપ)પોઈન્ટ સાથે પોલીસના જવાનોનો બાયનોક્યુલર અને વોકીટોકી સાથે બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે.
Read About Weather here
ડીસીપી ક્રાઈમે વધુમાં ઉમેર્યું કે, સુરક્ષા-વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસ કમિશનર દ્વારા જોઈન્ટ પોલીસ કમિશનર, બે નાયબ પોલીસ કમિશનર, પાંચ એસીબપી, 16 પીઆઈ, 51 પીએસઆઈ 10 મહિલા પીએસઆઈ, 40 એસઆરપી જવાનો તેમજ પોલીસ, હોમગાર્ડ, ટીઆરબી મળી કુલ 1307 જવાનોનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. આ ઉપરાંત રથયાત્રાના રૂટ ઉપર સંવેદનશીલ વિસ્તાર, ગીચ વિસ્તાર તેમજ સુરક્ષાની દૃષ્ટિએ મહત્ત્વના હોય તેવા સ્થળો ઉપર સીસીટીવી તેમજ પ્રહરી વાહન અને ડ્રોન દ્વારા બાજનજર રાખવામાં આવશે. રથયાત્રા અનુસંધાને આજે રાજકોટ શહેર પોલીસ દ્વારા રીહર્સલ કરાયું હતું. અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here