ભચાઉમાં 3.6 અને વાંસદામાં 3.3ની તીવ્રતાના આંચકા

ઈન્ડોનેશીયામાં 7.7 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ
ઈન્ડોનેશીયામાં 7.7 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ
કચ્છ અને નવસારી જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાતાં લોકોમાં ગભરાટ ફેલાયો છે. ભચાઉના ધોળાવીરા ગામથી 26 કિલોમીટર દૂર 3.6ની તીવ્રતાનો આંચકો ગત રાત્રિના 10.10 મિનિટે અનુભવાયો હતો. તો નવસારીના વાંસદામાં ભૂકંપના આંચકાની તીવ્રતા 3.3 નોંધાઈ છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ વાંસદાથી 37 કિલોમીટર દૂર વલસાડ નજીક નોંધાયું છે. આ પંથકમાં છેલ્લા બે મહિનામાં વારંવાર ભૂકંપના આંચકા આવતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

નવસારી જિલ્લામાં છેલ્લા 6 મહિનામાં ઘણી વખત ભૂકંપના હળવા આંચકા આવ્યા છે. ત્યારે આજે 10.27 મિનિટે 3.3 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. વાતાવરણમાં થતા ફેરફાર સહિત જમીનની નીચે આવેલી પ્લેટમાં થતા ફેરફારને કારણે અથવા કેલિયા અને જૂજ ડેમમાં આ વખતે પાણીની આવક વધી છે, એને કારણે સંભવિત રીતે ભૂકંપના આંચકા હોવાનું અનુમાન ડિઝાસ્ટર દ્વારા સેવવામાં આવી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here