ભગવતીપરામાં બે હિસ્ટ્રીસીટર બંધુ વચ્ચે માથાકૂટ થતા બન્નેનો આપઘાતનો પ્રયાસ

કોઠારીયામાં માતાએ મોબાઈલમાં મશગુલ પુત્રને ઠપકો આપતા ગળાફાંસો ખાઈ આપઘાત
કોઠારીયામાં માતાએ મોબાઈલમાં મશગુલ પુત્રને ઠપકો આપતા ગળાફાંસો ખાઈ આપઘાત

નાનાભાઈએ ફીનાઇલ પીધું ; મોટાભાઈનો ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ

રાજકોટમાં ભગવતીપરા વિસ્તારમાં આવેલી સુખસાગર સોસાયટીમાં રહેતા હિસ્ટ્રીશીટરને મોટા ભાઈએ ઠપકો આપતા બંને વચ્ચે ઝઘડો થયો હતો જેમાં હિસ્ટ્રીશીટરે ફીનાઇલ પી લેતા મોટાભાઈએ પણ ગળેફાસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બંનેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

Subscribe Saurashtra Kranti here

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમા ભગવતીપરા વિસ્તારમાં આવેલી સુખસાગર સોસાયટીમાં રહેતા સાવન મીઠાભાઇ પરમાર (ઉ.વ.૨૫)એ રાત્રિના નવેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે ફીનાઇલ પી લીધું હતું. નાનાભાઈએ ફીનાઇલ પી લેતા મોટાભાઈ સંજય મીઠાભાઈ પરમાર (ઉ.વ.30)એ પણ ગળેફાંસો ખાઇ લીધો હતો બંને ભાઈઓને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Read About Weather here

આ બનાવ અંગે પ્રાથમિક પૂછતાછમાં ફીનાઇલ પી લેનાર સાવન પરમાર હિસ્ટ્રીશીટર છે અને ચોરી કરવાની ધરાવે છે અને બહાર અન્ય લોકો સાથે મહામારી કરતો હોવાથી મોટા ભાઈ સંજય પરમારે આ બાબતે ઠપકો આપ્યો હતો મોટા ભાઇએ ઠપકો આપતાં બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો જેમાં સાવન પરમારે ફીનાઇલ પી લેતા મોટાભાઈ સંજય પરમારે પણ ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ ત્રાજીયા સહિતના સ્ટાફે નોંધ કરી કાનૂની તપાસનો દોર લંબાવ્યો છે.