બ્રેકીંગ ન્યુઝ 5.9ની તિવ્રતાનો આંચકો અનુભવાયો

બ્રેકીંગ ન્યુઝ 5.9ની તિવ્રતાનો આંચકો અનુભવાયો
બ્રેકીંગ ન્યુઝ 5.9ની તિવ્રતાનો આંચકો અનુભવાયો
જમ્‍મુ-કાશ્‍મીરના કાશ્‍મીર ખીણ અને જમ્‍મુ વિસ્‍તારમાં જોરદાર આંચકો આવ્‍યો હતો જેના કારણે લોકો ડરના માર્યા ઘરની બહાર દોડી આવ્‍યા હતા. આજે સવારે દિલ્‍હી-એનસીઆર, જમ્‍મુ-કાશ્‍મીર, પંજાબ સહિતના રાજયોમાં ભુકંપનો આંચકો આવતા અફડાતફડી મચી જવા પામી હતી. આ ભુકંપનો આંચકો લગભગ પોણા દશ વાગ્‍યે આવ્‍યો હતો અને ૧પ થી ર૦ સેકન્‍ડ સુધી ધરા ધ્રુજી ઉઠી હતી. જેના કારણે લોકો પોતાના ઘરોની બહાર દોડી આવ્‍યા હતા. આ ભુકંપની તિવ્રતા પ.૯ હોવાનું જાણવા મળે છે.

Visit Saurashtra Kranti Homepage here

આ આંચકો સવારે ૯.૪૬ વાગ્‍યે આવ્‍યો હતો અને તેની તિવ્રતા પ.૯ નોંધવામાં આવી હતી. ભુકંપનું કેન્‍દ્ર બિન્‍દુ અફઘાનિસ્‍તાનના હિન્‍દુ કુશ વિસ્‍તારમાં નોંધાયું હતું.ભુકંપનો અનુભવ દિલ્‍હી, નોયડા, જમ્‍મુ-કાશ્‍મીર, ચંદીગઢ, ઉતરપ્રદેશના કેટલાક વિસ્‍તારોમાં પણ અનુભવાયો હતો.

Read About Weather here

હજુ સુધી કયાંયથી પણ જાનમાલની નુકશાનીના અહેવાલો મળ્‍યા નથી. ચંદીગઢમાં પણ ર સેકન્‍ડ માટે ધ્રુજારી અનુભવવામાં આવી હતી.ભુકંપનો આ આંચકો જમ્‍મુ-કાશ્‍મીરના તમામ જીલ્લાઓમાં અનુભવાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here