બ્રેકીંગ ન્યુઝ વિસ્ફોટથી અફડાતફડી…!

બ્રેકીંગ ન્યુઝ વિસ્ફોટથી અફડાતફડી...!
બ્રેકીંગ ન્યુઝ વિસ્ફોટથી અફડાતફડી...!

એક સ્થાનિક રહેવાસીએ માહિતી આપતા કહ્યું કે સવારે 7.50 વાગ્યે દેહમજંગ વિસ્તારમાં જોરદાર વિસ્ફોટ સંભળાયો અને આ અવાજથી લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો. કેટલાક લોકોનું કહેવું છે કે આ કાર બોમ્બ બ્લાસ્ટ હોઈ શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર તાલિબાનના કેટલાક વાહનો આ ધડાકા બાદ આ વિસ્તાર તરફ જઈ રહ્યા હતા. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના દેહમાજંગ ચોક નજીક આજે સવારે જોરદાર વિસ્ફોટ થયો.

આ ઘટનામાં કેટલી જાનહાની થઈ છે તેની કોઈ માહિતી સામે આવી નથી. તાલિબાન વહીવટીતંત્રે પણ મૃતકોની સંખ્યા આપવાનો ઈન્કાર કરી દીધો છે. મળતી માહિતી મુજબ તાલિબાન દ્વારા હુમલાને લઈને પહેલાથી જ ચેતવણી આપવામાં આવી હતી.

મંગળવારે કાબુલ શહેરમાં અનેક ચેકપોઈન્ટ ઉભી કરી હતી અને શહેરના જુદા જુદા સ્થળોએ મુખ્ય રસ્તાઓ પરથી પસાર થતા દરેક વાહનોની તપાસ કરી હતી. જો કે તાલિબાન વહીવટીતંત્રે આ ઘટના અંગે કોઈ માહિતી આપવાનો ઈન્કાર કરી દીધો છે.

Read About Weather here

ઓગસ્ટમાં તાલિબાને સત્તા સંભાળી ત્યારથી સમગ્ર અફઘાનિસ્તાનમાં સુરક્ષા સ્થિતિ સામાન્ય રીતે શાંત પરંતુ અનિશ્ચિત રહી છે. જો કે તાજેતરના સપ્તાહોમાં ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા આતંકવાદીઓ દ્વારા કેટલાક અફઘાન પ્રાંતોમાં જીવલેણ બોમ્બ હુમલા થયા છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here