બ્રેકીંગ ન્યુઝ ઓઈલ ટેન્કરમાં વિસ્ફોટ : 100 થી વધુનાં મોત…!

બ્રેકીંગ ન્યુઝ ઓઈલ ટેન્કરમાં વિસ્ફોટ : ૧૦૦થી વધુનાં મોત...!
બ્રેકીંગ ન્યુઝ ઓઈલ ટેન્કરમાં વિસ્ફોટ : ૧૦૦થી વધુનાં મોત...!

સિએરા લિયોનની રાજધાની ફ્રી ટાઉનમાં શુક્રવાર મોડી રાતે બીજા વાહનથી ટક્કર પછી એક ઓઇલ ટેક્નરમાં થયેલા વિસ્ફોટમાં લગભગ ૧૦૦થી વધુ લોકોના મોત થયા હતાં અને અન્ય ૧૦૦થી વધુ ઘાયલ થયા હતાં.  

Visit Saurashtra Kranti Homepage here

હોસ્પિટલના જણાવ્યા અનુસાર ઘાયલો પૈકી કેટલાકની સ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુઆંક હજુ પણ વધી શકે તેમ છે. સાક્ષીઓના જણાવ્યા અનુસાર કેટલાક મૃતદેહો મૃતકોના પરિવારજનો દફનાવવા માટે લઇ ગયા હતાં.  

પૂર્વ ફ્રી ટાઉનમાં સડક પર બળી ગયેલ કારો અને મોટર સાયકલો મળી આવી હતી. નાયબ આરોગ્ય પ્રધાન અમરા જાંબેએ જણાવ્યું હતું કે વિભિન્ન હોસ્પિટલ અને ક્લિનકોમાં ૧૦૦થી વધુ ઘાયલો સારવાર લઇ રહ્યાં છે.  

પીડિતોમાં દુર્ઘટનાગ્રસ્ત ટેક્નરમાંથી લીક થઇ રહેલા ઓઇલને લૂંટવા માટે આવેલા લોકો પણ સામેલ છે. ઉલ્લેખનીય છ કે આ અગાઉ પણ આફ્રિકાના દેશોેમાં ટેક્નર દુર્ઘટનાઓમાં અનેક લોકોના મોત થયા છે. ઓઇલ લૂંટવા માટે આવેલા લોકો વિસ્ફોટના શિકાર બની ગયા હતાં. 

Read About Weather here

આ અગાઉ ૨૦૧૯માં તન્ઝાનિયામાં એક ટેક્નર વિસ્ફોટમાં લગભગ ૯૦ લોકોના મોત થયા હતાં. ૨૦૧૮માપ્કોંગોમાં પણ આવી જ ઘટના બની હતી.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here