બ્રેકિંગ ન્યુઝ જામનગર પહોંચ્યો SPGનો કાફલો…!

બ્રેકિંગ ન્યુઝ જામનગર પહોંચ્યો SPGનો કાફલો...!
બ્રેકિંગ ન્યુઝ જામનગર પહોંચ્યો SPGનો કાફલો...!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ કાર્યક્રમને લઈને એસપીજીની ટીમે જામનગરમાં ધામા નાખ્યા છે, ત્યારે શુક્રવારે સવારે એસપીજી ની ટીમ જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં આવી પહોંચી હતી, અને મ્યુનિ. કમિશનર વિજયકુમાર ખરાડી સાથે સમગ્ર સુરક્ષા વ્યવસ્થાના મામલે ચર્ચા વિચારણા કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

જામનગર શહેરમાં આગામી 10મી ઓક્ટોબરે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રવાસ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે, અને તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે એસ.પી.જી.ની ટીમ જામનગર આવી ચૂકી છે, અને પ્રદર્શન મેદાન ઉપરાંત સર્કિટ હાઉસ અને જામનગર મહાનગરપાલિકાની કચેરી સહિતના સ્થળોની મુલાકાત લીધી હતી, અને અધિકારીઓ સાથે સુરક્ષા વિભાગની દ્રષ્ટિએ વિચાર વિમર્ષ કરવામાં આવી રહ્યો છે.

Read About Weather here

ત્યારબાદ તેઓએ જામનગરમાં સર્કિટ હાઉસ પરિસરની પણ મુલાકાત લીધી હતી, અને આસપાસના સમગ્ર વિસ્તાર ચેક કર્યો હતો. ઉપરાંત પ્રદર્શન ગ્રાઉન્ડમાં ઊભા કરાયેલા જુદા જુદા ત્રણ ડોમ સહિતના વિસ્તારનું પણ જાત નિરીક્ષણ કર્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here