સોમવારે બપોરે 3 વાગ્યે નડિયાદ થી મહુધા રેસ્ટહાઉસ ચોકડી તરફ એક બાઈક પર બે યુવકો પુરપાટ ઝડપે આવી રહ્યા હતા. મહુધા રેસ્ટ હાઉસ ચીકડી નજીક નડિયાદ તરફથી પૂરપાટ બાઈક હંકારી રોન્ગ સાઈડે આવી રહેલ ધો. 12ના પરીક્ષાર્થીનો કાર સાથે અકસ્માત થતા ઘટના સ્થળે મોત નીપજ્યું છે. દરમિયાન કઠલાલ તરફથી એક અલ્ટો કાર નડિયાદ તરફ જઈ રહી હતી.
Visit Saurashtra Kranti Homepage here
બાઈક ચાલકે બાઈક પરથી કાબુ ગુમાવતા તેનું બાઈક સીધુ કાર સાથે જી અથડાયું હતું. જે ગમખ્વાર ઘટનામાં ધો.12 ની પરીક્ષા આપવા જઈ રહેલ નીલકુમાર પટેલનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું હતું. જ્યારે પાછળ બેઠેલા યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા સ્થાનિક ખાનગી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરના જણાવ્યા પ્રમાણે યુવકની સ્થિતિ સ્થિર હોવાનું જણાવ્યું હતું.
Read About Weather here
સમગ્ર મામલે મહુધા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે મરણ જનાર યુવકને પીએમ માટે મહુધા સીએચસી પર ખસેડવામાં આવ્યો હતો. માતા ઘરકામ કરે છે. યુવકને સોમવારે ધોરણ 12નું પેપર હતું. માતા-પુત્ર પર પાંચ વર્ષમાં પરિવારના બે સભ્ય ગુમાવતાં વજ્રઘાત થયો છે.મરણ જનાર યુવકના પિતાનું પાંચ વર્ષ પહેલા મૃત્યુ થયું હતું. તેનો મોટો ભાઈ હાલ મહુધા કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here