દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારીમાં ભારે વરસાદને પગલે 700 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ભારેથી અતિભારે વરસાદે રવિવારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને ધમરોળ્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં સવારે 6થી સાંજે 6 વાગ્યા સુધીમાં રેકોર્ડબ્રેક 17 ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મોડી સાંજે અમદાવાદમાં પણ 4 કલાકમાં ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા.છોટાઉદેપુર જિલ્લામાં રવિવારે વહેલી સવારથી મેઘરાજાએ મન મુકીને તાંડવ કર્યું હતું. વહેલી સવારથી વરસવાનું ચાલુ કરતાં જ સર્વત્ર પાણી પાણી થઇ ગયુ હતું. જિલ્લાના બોડેલી તાલુકામાં સવારના 6થી સાંજના 6 સુધીમાં જ વિક્રમી 17ઇંચ વરસાદ થતાં નિચાણવાળા વિસ્તારમાં લોકોના ઘર–દુકાનોમા પાણી ભરાયા હતાં.
Visit Saurashtra Kranti Homepage here
જયારે વાહન વ્યવહારથી ધમધમતી અલીપુરા ચોકડી નદીના રૂપમાં ફેરવાઇ હતી. જિલ્લામાં બોડેલી બાદ પાવીજેતપુર–કવાંટમાં 10 ઇંચ અને છોટાઉદેપુરમાં 9 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે સુકીભઠ્ઠ જિલ્લાની ઓરસંગ–હેરણ અને અશ્વિની નદી બે કાંઠે થઇ ગઇ હતી. ભારે વરસાદના કારણે માર્ગો તુટી જવાના કારણે વ્યવહાર બંધ થયો હતો. જયારે જિલ્લામાં વરસાદી પાણીમાં ડૂબુેલા 800થી વધુનું સ્થળાંતર કરાયુ હોવાની પ્રાથિમક વિગતો મળી છે.બોડેલીમાં સવારે 8થી બપોર 4 વાગ્યા સુધી 411 મિમી અને સાંજે 6 વાગ્યા સુધી 433 એટલકે સાડા 17 ઇંચ વરસાદ પડ્યો હતો. બોડેલીના દીવાન ફળિયા અને ઢોકલિયાના રજા નગર વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસ્યા હોય NDRFની ટીમ બોલાવી બોટ દ્વારા બસ્સોથી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું હતું.
સોસાયટી, દુકાનોમાં પાણી ફરી વળ્યા હતા. બોડેલી, અલીપુરા ચોકડી અને છોટાઉદેપુર રોડ પરની દુકાનોમાં પાણી ભરાયાં હતાં. નદીના પાણી ફરી વળતા અનેક ગામો કપાયા હતા.છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના કારણે નદી–નાળા કોતરો છલકાતાં અનેક ગામો સંપર્ક વિહોણા બનયા હતાં. તો નસવાડી તાલુકાના 12 ગામ અને કવાંટના બે રસ્તાઓ બંધ કરાયા હતાં. સંખેડા તાલુકામા આવેલી ઉચ્છ નદીમાં વરસાદનું પાણી આવતાં જ બે કાંઠે આવી ગઇ હતી. ઉપરવાસના વરસાદના કારણે પાણી કાંઠા વિસ્તારમાં આવેલા પાણેછ અને કડાછલા સંપર્ક વિહોણા બન્યા હતાં. જોકે એસડીઆરએફની ટીમ દ્વારા મોડીરાત સુધી વિસ્તારના લોકોનું રેસ્ક્યુ હાથ ધરવમાં આવ્યુ હતું.ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા ઓરસંગ નદીના પાણી નર્મદા નદીમાં ભળતા તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદી ખળખળ વહેતી થઈ છે. ઓરસંગ નદીના પાણીની આવકના કારણે ચાંદોદના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના 28 જેટલાં પગથિયાં પાણીમાં ગરકાવ થયા છે.
છેલ્લા કેટલાક દિવસથી છોટાઉદેપુર પંથક સહિત ઉપરવાસમાં વ્યાપક પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે નદી-નાળા છલકાઈ ઉઠ્યા છે. આ ઓરસંગ નદીના પાણી આગળ જઈ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતેથી વહેતી નર્મદા નદી ઠલવાતા સુકી ભઠ્ઠ ભાસતી નર્મદા નદી નવા નીર સાથે ખડખડ વહેતી થઈ છે.કવાંટમાં ધોધમાર 232 મિમી (9.5 ઈંચ) વરસાદ ખાબક્યો હતો. અનરાધાર વરસાદ વરસતા નગરના માર્ગો નદીમાં ફેરવાયા, સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાયા. કવાંટ નગર નસવાડી રોડ પર આવેલ ઘરોમાં પાણી ભરાયા અતિ ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ફરી વળતા કવાંટનો નસવાડી તેમજ બોડેલી સાથેનો સંપર્ક કપાયો.હતો. પાવીજેતપુર તાલુકામાં બપોરના 4 વાગ્યા સુધી 10 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા નગરમાં તેમજ તાલુકાના ગામડાઓમાં ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે બપોરે 2થી 4 વાગ્યાના 2 કલાકમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ઈંટવાડા જવાના રસ્તા ઉપર એક વૃક્ષ ધરાશાયી થઈ જતા રસ્તો થોડાક સમય માટે બંધ થઈ ગયો હતો.
Read About Weather here
ડાંગમાં ભારે વરસાદના કારણે પૂર્ણા ,અંબિકા ,કાવેરી નદીમાં પુર આવતાં 2500 લોકોનું તંત્રએ સ્થળાંતર કરાવ્યું છે. વલસાડ-નવસારીની તમામ નદીઓમાં પૂર આવ્યા હતા. છેલ્લા ડાંગમાં 24 કલાકમાં 12 ઇંચ વરસાદ વરસ્યો છે. નવસારી જિલ્લામાં 50થી વધુ રસ્તા બંધ થયા છે.જૂનાગઢ, અમરેલી, પોરબંદર, ગીરસોમનાથમાં માત્ર ઝાપટાં વરસ્યા હતા. જ્યારે ટંકારામાં 1 ઇંચ, જસદણ અને ધોરાજીમાં અડધો-અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજકોટ શહેરમાં બપોરે 2 થી 3 વાગ્યાના અરસામાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જે આગળ વધતા તેની અસર હેઠળ અમદાવાદ સહિત રાજ્યમાં બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. તેની સાથે જ ભેજયુક્ત વાતાવરણને પગલે તાપમાનમાં ઘટાડો થતા લોકોને ગરમીથી રાહત મળી છે. નવસારી, વલસાડ અને સુરત તથા જુનાગઢ, તેમજ કચ્છ વિસ્તારમાં બે દિવસ બાદ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.સહિત રાજ્યભરમાં અત્યારે મોનસૂન એક્ટિવ છે જેના પગલે રાજ્યભરમાં 5 દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. બીજી બાજુ ઓડિશા નજીક ફરી એકવાર લોપ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here