બે ચોરાઉ બાઇક સાથે એક શખ્સ ઝડપાયો

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

સાગર ચોક પાસે આવાસ યોજના કવાર્ટર પાસેથી બે ચોરાઉ બાઇક સાથે એક શખ્સને તાલુકા પોલીસે પકડી લીધો હતો.

મળતી માહિતી મુજબ સાગર ચોક પાસે આવાસ યોજના કવાર્ટર પાસે એક શખ્સ ચોરાઉ બાઇક સાથે ઉભો હોવાની તાલુકા પોલીસ મથકના એ.એસ.આઇ આર.બી.જાડેજા, કોન્સ. અમીનભાઇ તથા હર્ષરાજસિંહ જાડેજાને બાતમી મળતા આવાસ યોજનાના કવાર્ટર પાસેથી સાહબાઝ ઉર્ફે સબલો ઉર્ફે નવાબ સતારભાઇ જોબન (રહે. ખોડીયાર નગર-1, દોઢ સો ફુટ રોડ)ને ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો.

પુછપરછ દરમ્યાન વધુ એક બાઇક ચોર્યાની કબુલાત આપતા પોલીસે બે બાઇક કબ્જે કર્યા હતા.

Read National News : Click Here

તેણે એક બાઇક મવડી રામધણ આશ્રમ પાસે સ્મશાન પાસેથી અને બીજુ બાઇક ગોંડલ રોડ રવેચી નગરપાસેથી ચોરી કર્યાની કબુલાત આપી હતી.

તે અગાઉ માલવીયાનગર, આજીડેમ, ભકિતનગર અને તાલુકા પોલીસ મથકમાં છ વાહન ચોરીના ગુનામાં પકડાઇ ચૂકયો છે.

Read About Weather here

આ કામગરી પીઆઇ જેવી.ધોળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એન.ડી.ડામોર, એ.એસ.આઇ આર.બી. જાડેજા, હેડ કોન્સ. વિજયગીરી, મોહસીન ખાન, અમીનભાઇ, હરસુખભાઇ, મનીષભાઇ, ધર્મરાજસિંહ, હર્ષરાજસિંહ તથા અરજણભાઇ દ્વારા કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here