બેફામ પ્રદુષણ ઓકતા ગેરકાયદે કારખાનાઓ સામે તાત્કાલીક પગલા લેવા જરૂરી

બેફામ પ્રદુષણ ઓકતા ગેરકાયદે કારખાનાઓ સામે તાત્કાલીક પગલા લેવા જરૂરી
બેફામ પ્રદુષણ ઓકતા ગેરકાયદે કારખાનાઓ સામે તાત્કાલીક પગલા લેવા જરૂરી
રાજકોટ શહેરના અનેક વિસ્તારો એવા છે જ્યાં નિયમોને નેવે મુકીને બેફામ રીતે કાળો કારોબાર ચાલી રહ્યો છે. તાજેતરનો નમુનો છે. આજીડેમ ચોકડી અને ભાવનગર રોડ વિસ્તારમાં સર્વ નંબર 157માં પરશુરામ ઇન્સ્ટ્રીઝ આ જમીન સુચીત હોવા છતાં પણ અહીં અનેક કારખાનોઓ ચાલી રહ્યા છે. કારખાનો મોટે ભાગે જીઆઇડીસીઓમાં આવેલા હોય છે પરંતુ અહીંયા તો જીઆઇડીસી નથી અને જમીન સુચીત છે ઉપરાંત રહેણાંક વિસ્તારમાં કારખાનાઓ ચાલુ છે. જે નિયમમાં બંધ બેસતુ જ નથી કારખાનેદારોએ કોઇ જાદુની છડી લઇને જાણે મંજુરી લઇ લીધી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ઉપરાંત અનેક કારખાનાઓમાં લોખંડની ભઠ્ઠીઓ ચલાવવામાં આવે છે. લોખંડ ઓગાળવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

આ પ્રક્રિયાઓમાં અનેક ગણુ પ્રદુષણ ફેલાતું હોવાને કારણે તેને શહેરની બહાર કોઇ જીઆઇડીસીમાં આવા કારખાનાઓ રાખવામાં હોય છે પરંતુ આજીડેમ ચોકડી અને ભાવનગર રોડ વિસ્તારમાં આવા અનેક કારખાનો ધમધમી રહ્યા છે. તેને કોઇ રોકવાવાળું પણ નથી. ઉપરાંત તમામ કારખાના ધારકો લોખંડ ઓગાળ્યા બાદ વધતો કચરો જે ખુબ જ હાનીકારક હોય છે તેનો પણ ખુલ્લે આમ ઢગલો કરી દેવામાં આવે છે યોગ્ય નિકાલ કરવામાં આવતો નથી. બેફામ રીતે અને કાયદાના ડર વિના ચાલતા કારખાનોઓને શું કોઇ રોકવાવાળું છે જ નહીં કે શું??? આ કારખાનાઓમા ચાલતી ભઠ્ઠીઓ ખુબ જ જોખમ કારક હોય છે છતાં આવા જોખમ કરાક કામગીરીમાં બાળ મજુરો દ્વારા કામગીરી કરવામાં આવે છે જે ખરેખર ગુનાહીત પ્રવતિ ગણી શકાય.રાજકોટ મનપા ગેરકાયદેસર દબાણ દુર અનેક ઝુંબેશ ચલાવી રહી છે.

Read About Weather here

શહેરમાંથી અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને ગેરકાયદેસર અને સુચીત વિસ્તારોમાં તેમજ કોમન પ્લોટમાં કરેલ બાંધકાનો સર્વ કરીને તેને પાડવા માટે ઝુંબેશ ચાલી રહી છે ત્યારે એક વાત કહી શકાય કે કદાચ મનપા તંત્રને આજીડેમ વિસ્તારમાં આવેલ માંડા ડુંગર અને રાંદરડા તળાવ નજીક ગેરકાયદે બાંધકામ નજરે પડ્યા નથી રાંદરડા તળાવની જમીનો પણ કારખાનાઓ દ્વારા કબ્જે કરીને ગેરકાયદેસર કારખાનાઓ ઉભા કરીને ભઠ્ઠીઓ ધમધમતી કરી દીધી છે કે જાણે તેને કોઇ નિયમ જ લાગુ પડતો ન હોય તે રીતે! પરશુરામ ઇન્સ્ટ્રીઝમાં અનેક કારખાનોઓ ધમધમી રહ્યા છે જેના કારણે તે રહેણાંક વિસ્તારમાં પ્રદુષણ ખુબ જ પ્રમાણમાં વધી ગયુું છે અને કારખાનોને તાત્કાલીક બંધ કરવા તેના વિરૂધ્ધ યોગ્ય પગલા લેવા જોઇએ તો સ્થાનિક રહીશોમાં શુર ઉઠ્યો છે. અને પોલ્યુશન બોર્ડના અધિકારીઓએ આ ધમધકતી ભઠ્ઠીઓ પાસેથી વહીવટ કર્યાની ચર્ચાઓ પણ વહેતી થઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here