જીપ જ્યાં ધડાકાભેર અથડાઈ ત્યાં નજીકમાં ત્રણ યુવકો ઉભા હતા તેનો બચાવ થયો હતો. સુરતના કતારગામ વિસ્તારમાં થયેલા અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. કતારગામ પોલીસ સ્ટેશન પાસે સર્કલ પર દોડતી લક્ઝુરિયસ જીપનું સ્ટીયરિંગ લોક થઈ જતા ડિવાઈડર કૂદાવી રોંગસાઈડમાં ઘૂસી ગઈ હતી. ત્યારબાદ દિવાલ સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી.આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.
Visit Saurashtra Kranti Homepage here
સુરતના કતારગામ વિસ્તારમાં ગતરોજ મોડીરાત્રે એક એવો અકસ્માત થયો જોઈને લોકો પણ ચોંકી ઉઠ્યા હતા. કતારગામ પોલીસ સ્ટેશન પાસે લક્ઝુરિયસ જીપ સર્કલ પર આવ્યા બાદ ગાડીનો સ્ટીયરીંગ લોક થઈ જતાં અચાનક ગાડી ડિવાઈડર કૂદાવી રોંગસાઈડમાં દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત થતાંની સાથે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ડ્રાઈવર સહિત બેને ગાડીમાંથી બહાર કાઢ્યા હતા.
જોકે અકસ્માતની સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી.સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા જૂના પોલીસ સ્ટેશ નજીક સર્કલ ફરીને મેઇન રોડ પર આવતી ગાડીનો સ્ટીયરીંગ અચાનક લોક થઇ જતા આ ગાડી સામેની દીવાલમાં ધડાકાભેર અથડાઈ હતી. દુકાન પાસે ત્રણ યુવકો ઉભા હતા તે માંડ માંડ બચ્યા હતા અને કોઈ મોટી દુર્ઘટના થઈ નહતી.
ગાડીનો અકસ્માત થતાની સાથે સ્થાનિક લોકોએ ધડાકાભેર અવાજ સંભળાતા દોડી આવ્યા હતા અને તાત્કાલિક ગાડીમાં રહેલા ડ્રાઈવર સહિત બેને તાત્કાલિક બહાર કાઢવાની કામગીરી કરી હતી. જોકે આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી.જીપનું સ્ટેરીગ લોક થઈ જતા અકસ્માત થયો હોવાનું ગાડીના ડ્રાઈવરનું કહેવું છે પણ જે પ્રકારે અકસ્માત થયો હતો જોકે આ સમગ્ર અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી.
Read About Weather here
પણ જે રીતે અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થયા બાદ સીસીટીવીના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો પણ ચોંકી ઉઠ્યા હતા. અત્યાધુનિક આ ગાડીનો સ્ટીયરીંગ એવું તો કેવી રીતે લોક થઈ ગયું જેને લઈને આકસ્માત થયો. જોકે કોઈનો જીવ જોખમમાં મૂકાયો નથી.તેને લઈને સમગ્ર વિસ્તારમાં ડર અને ભયનો માહોલ જોવા મળ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here