કારખાનેદાર મિત્રએ બુટલેગરની ઠંડા કલેજે હત્યા કરી

340
બુટલેગરની ઠંડા કલેજે હત્યા કરી
બુટલેગરની ઠંડા કલેજે હત્યા કરી

દારૂના નશામાં ધુત બની કારખાનેદારને માર મારી રૂપીયા પડાવવા જતા યુવાનની હત્યા કરાઇ

ક્રાઈમ બ્રાંચે કેટલાક શંકાદારોને ઉઠાવી લઈ તપાસ હાથ ધરતા મિત્ર સહિત ત્રણ શખ્સોએ હત્યા કર્યાનું ખુલ્યું: કારનેદાર સહિત ત્રણની ધરપકડ, એક વર્ષ પહેલા જ મૃતકના છુટાછેડા થયા હતા: પુત્રીઓએ પિતાની છત્ર છાયા ગુમાવી

શહેરના ગોંડલ રોડ ચોકડીથી સાઈબાબા સર્કલ તરફના રસ્તે આવેલી રીધી સીધી સોસાયટી પાસેથી બોક્સમાં પેક કરેલી યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતક ખવાસ ભુવાનના એક વર્ષ પહેલા સ્ત્રી પાત્ર કારણભૂત હોવાની સંકાયે પોલીસે કેટલાક શખસોને ઉઠાવી લઈ તપાસ હાથ ધરતા ક્રાઇમબ્રાંન્ચની ટીમને હત્યાના બનાવમાં મહત્વની કડી મળી જતાં પોલીસે મૃતકના કારખેનાદાર મિત્ર સહિત ત્રણ શખ્સોને ઉઠાવી સઘન પુછપરછ હાથ ધરતા હત્યાના બનાવનો ભેદ ઉકેલાય ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે કારખેનાદાર સહિત ત્રણની ધરપકડ કરી છે.

Subscribe Saurashtra Kranti here

કારખાનેદાર મિત્રએ બુટલેગરની ઠંડા કલેજે હત્યા કરી હત્યા

ગઈ કાલે સાંજના સમયે ગોંડલ રોડ ચોકડી પાસે રિધ્ધિ સિધ્ધિ સોસાયટીના રસ્તે શંકાસ્પદ પુઠાનું મોટું બોક્સ પડેલું હોય તેના પર લોહીના ડાઘા જોવા મળતા એક જાગૃત નાગરિકે પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ મંથકના પી.આઈ.વી.જે.ચાવડા પી.એસ. આઈ એમ.એમ.ઝાળા રાઈટર જાવેદભાઈ સહિતના પોલીસ કાફલા ઘટના સ્થળે દોડી જાઈ પોલીસની તપાસ કરતા તેની અદરથી એક અજાણ્યા પુરૂષનો લાસ મળી આવી હતી.

અજાણ્યા યુવાનને મોઢાપર તથા શરીરે તિક્ષણ હથીયારના સાતથી આઠ ઘા ઝીકી તેની હત્યા કરી લાશને બોક્સમાં પેક કરી ઉપરોક્ત સ્થળે ફેંકી ગયા હોવાની સંકા એ પોલીસે તપાસ હાથ ધરી હતી બનાવના પગલે ક્રાઈમ બ્રાંચના પી.આઈ વી.કે ગઢવી, પી.એસ.આઈ. એસ.વી. ચાવડા સહિતના પોલીસ સ્ટાફે દોડી જઈ તપાસ કરતા મૃતક યુવાન ગોકુલધામ પાસે આવેલા આરએમ સી-ર્ક્વાટરમાં રહેતા બુટલેગર સંજય રાજેશભાઈ સોલંકી (ઉં.વ.32) નામના ખવાસ યુવાન હોવાનું અને એક વર્ષ પહેલા જ તેના છુટાછેડા થયા હોય
કારખાનેદાર મિત્રએ બુટલેગરની ઠંડા કલેજે હત્યા કરી હત્યા

તેને સંતાનમાં બે પુત્રીયો હોય છુટાછેડા બાદ તેની માતા અનુબેન ઉર્ફ મધુબેન રાજેશભાઈ સોલંકી સાથે રહેતા હોય ગઈ તા. 27/5 ના સાંજના પાંચ વાગ્યે તે ઘરેથી નીકળ્યો હોય બાદમાં ગુમ થયો હોય ગોકુલધામ ર્ક્વાટરમાં રહેતા સંજય રાજેશ સોલંકીને કોઈ અજાણ્યા શખ્સોએ ઠંડા કલેજે હત્યા કરી બોક્સમાં પ્લાસ્ટિકની કોથળીમાં પેકકરી ઉપયોક્ત સ્થળે ફેંકી ગયા હોય

બનાવ બાદ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ.વીકે ગઢવીની સુચનાથી અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવતા મૃતક સંજય સોંલકીને બે દિવસ પહેલા તેના મિત્ર અને ગીંતાજલી સોસાયટી ગોકુલધામ પાછળ રહેતો કારખેનાદાર વિશાલ વિરેન્દ્ર બોરીસાગર નામના શખ્સ સાથે ઝઘડો થયો હોય જે બાબતે પોલીસે ઉંડાણપુર્વક તપાસ હાથ ધરી કારખેનાદાર વિશાલ બોરીસાગર તેનો મિત્ર વિવેક વિઠ્ઠલ વડારીયા, તથા અમિત લક્ષ્મણ કોઠીયા સહિત ત્રણેય શખ્સોની અટકાયત કરી સઘન પુછપરછ હાથ ધરતા ઝડપાયેલ ત્રણેય શખ્સોએ કબુલાત આપી હતી કે ગુન્હોનાની એમ.ઓ. તથા આરોપીએ ભજવેલ ભાગ મજકુર આરોપી વિશાલ બોરીસાગર તથા મરણજનાર સંજયભાઇ સોલંકી જેઓ મિત્ર હોય જેઓને બનાવ બનેલ તેના બે દિવસ અગાઉ સામાન્ય બોલાચાલી થયેલ હોય

કારખાનેદાર મિત્રએ બુટલેગરની ઠંડા કલેજે હત્યા કરી હત્યા

જેથી સંજયભાઇ સોલંકી જે વિશાલ સાથે ઝઘડો કરવા તા .27 / 05 ના રોજ બપોરના ચારથી પાંચ વાગ્યાના અરસામાં તેના કારખાને ગયેલ જયા બન્નેને બોલાચાલી થતા આરોપી વિશાલ બોરીસાગરએ મરણજનારને માથા તથા મોઢાના ભાગે હથોડી , દસ્તો તથા લોખંડની પ્લેટના ઘા મારી ગંભિર ઇજા કરી

Read About Weather here

મોત નીપજાવેલ બાદ વિશાલ બોરીસાગરએ પોતાના મિત્ર વિવેકની મદદથી તા .27 / 05 ના રોજ રાત્રીના આશરે નવેક વાગ્યે કારખાને આવી લાશ કોથળામાં ભરી કારખામાં લોહી પાણીથી સાફ કરેલ અને વિશાલ બોરીસાગરએ પોતાના મિત્ર અમીતભાઇ કોઠીયા પાસે લાશ ભરવા મોટુ પુઠ્ઠાનું બોક્ષ મંગાવેલ અને જે પુઠાના બોક્ષમાં વિશાલ તથા અમીતએ લાશ ભરી ત્યા કારખાના માન્ય રાખી મુકેલ બાદ તા.28 / 05 ના રોજ ફરી

વિશાલ તથા અમીત કારખાને આવેલ અને કારખાનામા સંજયભાઇ સોલંકીની લાશ કોથળામાં ભરેલ પડેલ હોય જે બોક્ષમાં ભરેલ અને અમીતની મદદથી લાશ ભરેલ બોક્ષ વિશાલએ પોતાના એકસેસ મોટર સાયકલમા પાછળ બાંધેલ અને તે લઇ વિશાલ અવાવરુ જગ્યાએ લાશ સગેવગે કરવા માટે લઇ નીકળેલ જે દરમ્યાન રિધ્ધી સિધ્ધી નાલા આગળ કાચા રસ્તે આવતા જયા બોક્ષ એકસેસ મોટર સાયકલમાંથી નીચે પડી જતા વિશાલ ત્યાજ લાશ ભરેલ બોક્ષ મુકી નાશીભાગી ગયેલ.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleરૈયાધારમાં ટ્યુશન સંચાલિકા પર પાડોશી 6 શખ્સોનો હુમલો
Next articleજાહેરનામાં ભંગ બદલ બસ ના ચાર ડ્રાઈવરોની ધરપકડ