150 ફુટ રીંગ રોડ પર બીગ બજાર પાસે રોડ ક્રોસ કરનારને ફોરવ્હીલ કારની હડફેટે લઈ મૃત્યુ નિપજાવનાર આરોપીને રાજકોટના એડી.ચીફ.જયુડી.મેજીએ નિર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ ફરમાવેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
તા.૧૫/૧૨/૨૦૧૯ ના ફરીયાદી હરી ઘુઘાભાઈ જડીયા તથા તેનો પુત્ર ગુજરનાર હિતેષ હરીભાઈ જડીયા ગીરીરાજ હોસ્પીટલથી 150 ફુટ રીંગ રોડ ક્રોસ કરતા હતા દરમીયાન નજીકમાં હાઈસ્ટ્રીટ એપાર્ટમેન્ટમાં રહેતા જેન્તી મેઘજીભાઈ વરસાણીએ તેની ફોરવ્હીલ કાર ગફલતભરી રીતે ચલાવી અકસ્માત સર્જતા ફરીયાદીના પુત્ર હિતેષનું મૃત્યુ નિપજેલ હતું. જે સબંધે ફરીયાદીએ માલવીયા નગર પોલીસને આપેલ ફરીયાદના આધારે પોલીસે આરોપી વિરૂધ્ધ અદાલતમાં ચાર્જશીટ રજુ કરેલ.
બંને પક્ષોની રજુઆતો રેકર્ડ પરની હકીકતો તથા પુરાવો લક્ષ લેતા ફરીયાદપક્ષના પુરાવાથી તહોમતદાર સામેનુ તહોમત શંકા રહીત સાબીત થતુ નથી, ફરીયાદપક્ષ ગુન્હાના આવશ્યકત તત્વો પુરવાર કરવામાં નિષ્ફળ ગયેલ છે.
આરોપી સામેનો કેસ વ્યાજબી શંકાથી પર સાબીત કરવામાં પણ ફરીયાદપક્ષ નિષ્ફળ નિવડેલની આરોપીપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી જેન્તીભાઈ વરસાણીને નિર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ ફરમાવવામાં આવેલ.
Read About Weather here
ઉપરોકત કામમાં આરોપી જેન્તીભાઈ વરસાણી વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રિપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા રોકાયેલ હતા.(૧.૧૨)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here