ફોબ્ર્સની યાદીમાં સામેલ ફાલ્ગુની નાયરએ કહ્યું
હળવદના વિકાસ માટે રૂપરેખા ઘડવા સ્થાનિક અગ્રણી જ્ઞાતિબંધુને જવાબદારી સોપાઈ
ફોબ્ર્સની યાદીમાં સામેલ ટોપ-100 પાવરફુલ બિઝનેશ વુમન તરીકેનો ખિતાબ મેળવનાર નાયકા ઇ-કોમર્સ કંપનીના ચેરપર્સન ફાલ્ગુની નાયર મોરબી જિલ્લાના હળવદ શહેરના દીકરી હોવાને નાતે અવાર નવાર અહીં આવેલ પીઠડ માતાજીના મંદિરે અને પોતાના દાદાના નિવાસસ્થાને અવશ્ય મુલાકાત લે છે. તેઓએ હળવદની મુલાકાત દરમિયાન હળવદ સાથે જોડાયેલી યાદોને તાજા કરી બચપણને વાગોળ્યું હતું સાથો સાથ હળવદના ચૂરમાના લાડુ અને વાલનું શાક યાદ કર્યું હતું.
Read Local News / Articles : Saurashtra , Gujarat
નાયકા કંપનીના ચેરપર્સન એવા ફાલ્ગુની નાયર હળવદના દીકરી છે. ફાલ્ગુની નાયરે (મહેતા)તેમની કારકીર્દિમાં અનેક સન્માન મેળવ્યા છે. 2019માં તેમણે ફોબ્ર્સ એશિયાનો પાવર બિઝનેસ વુમન વોગ બિઝનેસપર્સન ઓફ ધ યર, આંત્રપ્રિન્યોર ઓફ ધ યર (સ્ટાર્ટઅપ કેટેગરી) જેવાં ઇનામો મેળવ્યા હતા. આ ઉપરાંત, ફેમિના પાવલિસ્ટમાં પણ તેમનો સમાવેશ થયો હતો.
2020માં ર્ફોર્ચ્યુન ઇન્ડિયાની એન્યુઅલ રેન્કિંગ- 50 મોસ્ટ પાવરફુલ વુમન ઇન બિઝનેસમાં પણ તેમને સ્થાન મળ્યું છે. મજાની વાત એ છે કે માદરે વતન હળવદને તેઓ ક્યારેય ભૂલ્યા નથી. હળવદ ખાતે આવેલ પ્રાચીન શ્રી પીઠડ માતાજીના મંદિર પ્રત્યે અપાર શ્રદ્ધાને કારણે તેઓ નિયમિત રૂપે હળવદ આવતા રહે છે. હાલમાં હળવદ ખાતે તેમનું પુરખાઓનું એટલે કે એમના દાદાનું મકાન આવેલ છે.બચપણમાં ફાલ્ગુની મહેતા હળવદમાં દરેક ઉનાળાના વેકેશનમાં આવતા અને અહીંના મંદિરો અને નૈસર્ગિક વાતાવરણને તેઓ આજે પણ એટલા જ યાદ કરે છે.
Read About Weather here
ઉલ્લેખનીય છે કે, માદરે વતન હળવદ પ્રત્યે સન્માન ધરાવતા ફાલ્ગુની નાયરે અહીંના મોઢ વણિક જ્ઞાતિના અગ્રણી ધર્મેશભાઈ શાહ પાસેથી હળવદના મહત્વપૂર્ણ સ્થાનો, સગવડતા અને ખૂટતી કડીઓ વિશે માહિતી પણ માંગી છે તે જોતા આવનારા દિવસોમાં નાયકાની હળવદના પણ ભાગ્ય ખૂલે તેમ હોવાનું મનાઈ રહ્યું છે.(1.16)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here