બિગ બીએ કહ્યું તુ મારી પોલ ખોલી નાખીશ…!

બિગ બીએ કહ્યું તુ મારી પોલ ખોલી નાખીશ...!
બિગ બીએ કહ્યું તુ મારી પોલ ખોલી નાખીશ...!

એકંદરે આ એપિસોડ ઘણો મજેદાર રહેવાનો છે. તેને 16 નવેમ્બરની રાત્રે 9 વાગે ટેલિકાસ્ટ કરવામાં આવ્યો. ‘કૌન બનેગા કરોડપતિ 13’માં આ અઠવાડિયે ‘સ્ટૂડન્ટ્સ વીક સ્પેશિયલ’ મનાવવામાં આવી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

તેમાં હોસ્ટ બિગ બી અમિતાભ બચ્ચન નાના બાળકો સાથે ક્વિઝ રમશે. ચેનલે અપકમિંગ એપિસોડના સોશિયલ મીડિયામાં એક પ્રોમો શેર કર્યો છે, જેમાં એક બાળક અમિતાભ બચ્ચનને તેમના બાળપણ અને તેમની પૌત્રી આરાધ્યા બચ્ચન સાથે સંબંધિત મજેદાર સવાલ પૂછતો જોવા મળે છે.

પ્રોમો વીડિયોમાં આરાધ્યા નામના એક બાળકે અમિતાભને ઘણા સવાલો પૂછ્યા, જેમ કે, સર તમારી હાઈટ કેટલી લાંબી છે, તો શું તમે તમારા ઘરના પંખા જાતે સાફ કરો છો?

ત્યારબાદ તે બિગ બીને પૂછે છે કે જ્યારે તમે આરાધ્યાના સ્કૂલ ફંક્શનમાં જાવ છો, ત્યારે લોકો પ્રોગ્રામ જુએ છે કે તમને?એટલું જ નહીં, ત્યારબાદ આ બાળક બિગ બીને પૂછે છે કે, જ્યારે તમે નાના હતા,

તો શું તમારી મમ્મીએ પણ તમને અભ્યાસ ન કરવા બદલ ઠપકો આપ્યો હતો? બાળકના આ સવાલ સાંભળીને અમિતાભ બચ્ચન આશ્ચર્યચકિત થઈ જાય છે અને કહે છે તુ ઘણો પ્રતિભાશાળી વ્યક્તિ છે. તુ મારી પોલ ખોલી દઈશ.

પ્રોમો વીડિયો શેર કરતા તેના કેપ્શનમાં લખ્યુ, સમગ્ર દેશ પ્રશ્નોના જવાબો જાણવા માગે છે. KBCની આ સિઝનમાં અત્યાર સુધી ત્રણ કરોડપતિ બની ચૂક્યા છે- હિમાની બુંદેલા,

ગીતા સિંહ ગૌર અને સાહિલ અહિરવાર આ સિઝનમાં રાજકુમાર રાવ-ક્રિતી સેનન, જેકી શ્રોફ-સુનીલ શેટ્ટી, ફરાહ ખાન-દીપિકા પાદુકોણ અને અક્ષય કુમાર-કેટરીના કૈફ સહિત અન્ય હસ્તિઓએ પણ ભાગ લીધો છે.

Read About Weather here

 આ વખતે એબી સર હોટ સીટ પર હશે કેમ કે નાના બાળકો તેમને સૌથી અજીબ અને ક્રિએટિવ પ્રશ્ન પૂછે છે! આ ખાસ વીક માટે અમિતાભે પોતાનો લુક પણ ચેન્જ કર્યો છે. તેમને સ્ટ્રટી સ્ટાઈલ હુડી, જેકેટ અને સ્પોર્ટ્સ શૂઝ પહેર્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here