માતા-પિતાની વધુ પડતી અપેક્ષા, ખોટું શિક્ષણ અને જીદ જવાબદાર; બાળકોને સમય, પ્રેમ, વિશ્વાસ અને ભાવનાત્મક સુરક્ષા આપવા જરૂરી; સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં મનોવિજ્ઞાન ભવન દ્વારા ખાસ સર્વેક્ષણ અને માર્ગદર્શીકા જાહેર
રાજકોટમાં ગઈકાલે ધો-5 માં ભણતી માત્ર 10 વર્ષની બાળાએ આપઘાત કરી લીધાની ઘટનાને પગલે વાલીઓ, સમાજ, સુરક્ષા નિષ્ણાંતો અને શિક્ષણવર્ગમાં ભારે ચર્ચા અને ચિંતાનું મોજું પ્રસરી વળ્યું છે.
બાળકોમાં વધતા જતા આપઘાતનાં બનાવો પાછળ માતા-પિતાની વધુ પડતી અપેક્ષા, અપૂરતી માહિતી, ખોટી રીતે અપાઈ રહેલું શિક્ષણ અને જીદ તથા આક્રમકતા કારણભૂત હોવાનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં મનોવિજ્ઞાન ભવન દ્વારા તારણ વ્યક્ત કરવામાં આવ્યું છે.
એક ખાસ સર્વેક્ષણ હાથ ધરીને મનોવિજ્ઞાન ભવનનાં નિષ્ણાંતો ડો.ધારા.આર.દોશી તથા ડો.યોગેશ જોગસણે બાળકોને સમય, પ્રેમ, વિશ્ર્વાસ અને ભાવનાત્મક સુરક્ષા પ્રદાન કરવા વાલીઓને અપીલ કરી છે.
તેમણે જણાવ્યું હતું કે, મનોરોગ માત્ર વયસ્કોમાં જ હોય એ જરૂરી નથી. બાળકો પણ ઘણી સમસ્યાઓ નો સામનો કરતા હોય છે. જો યોગ્ય સમયે બાળકોનો વ્યવસ્થિત ઉપચાર કરવામાં ન આવે તો તેની બાળક પર ખૂબ નિષેધક અસર પડી શકે. સમાજમાં મનોરોગ વિશેના જ્ઞાનની ખૂબ જરૂર છે.
Read Local News / Articles : Saurashtra , Gujarat
બાળકોમાં આત્મહત્યાના કારણો: માતા પિતાની વધુ પડતી અપેક્ષા, સમાજનો બોજ, પરિપક્વતા નો અભાવ, અપૂરતી માહિતી અને ખોટું શિક્ષણ, શરત લગાવવામાં હારી જતા અહમ ઘવાવવો, રમત રમતમાં આત્મહત્યા, જિદ્દી અને આક્રમકતા, ટીવી સિરિયલોની અસર, અનુકરણ, ગુનાઓ દર્શાવતી સિરિયલોમાંથી જોઈને શીખવું, નક્કી કરેલ બાબતો પૂર્ણ ન થતા આત્મહત્યા સુજવી.
માતા-પિતાએ આ અનુસરવું: બાળક સાથે ખુલ્લીને વાત કરો, તેને અહેસાસ કરાવડાવો કે તમે તેને સમજી શકો છો, તમારી અપેક્ષાનો બોજ બાળક પર ન નાખો, નિષેધક ટીવી ચેનલો અને કાર્યક્રમોથી બાળકને દૂર રાખો, રિલ લાઈફ અને રિયલ લાઈફ વચ્ચેનો ભેદ સમજાવો, દરેક સમસ્યાનો રસ્તો છે તે વર્તન દ્વારા સમજાવો, બાળકના વર્તનમાં આવેલ પરિવર્તન ની નોંધ કરો, બાળકને ઉંડાણ પૂર્વક સમજો, તેને વારંવાર કોઈ ભૂલનો અહેસાસ ન કરાવો, બાળકને સાયબર બુલિંગનો ભોગ બનતા અટકાવો, દરેક શાળામાં એક મનોવૈજ્ઞાનિક હોય તેવી વ્યવસ્થા કરાવવી.
લક્ષણો: દ્વિઅર્થી ભાષાનો ઉપયોગ, રોજિંદા કામમાં રસ ન લાગવો, પોતાની ગમતી બાબતોથી પણ દૂર રહેવું, ભણવામાં રસ ન લાગવો, ગુસ્સો કરવો કે નાની વાતમાં આક્રમક થઈ જવું.
માતાપિતાએ તેમના બાળકોને આત્મનિર્ભરતાનો અર્થ સમજાવવો જોઈએ. સ્વ એટલે સ્વ અને અવલંબન એટલે સપોર્ટ એટલે કે સ્વનો આધાર લેવો. આત્મનિર્ભરતા એટલે તમારા મનની અનંત શક્તિમાં વિશ્વાસ કરવો.
Read About Weather here
મનની અનંત શક્તિ જ વ્યક્તિને સફળ બનાવે છે. જે મનથી મજબુત હોય તેના માટે કશું જ અશક્ય નથી. બાળકોના મન પર આ દબાણ શા માટે આપવું કે તેઓએ એક જ વારમાં સફળ થવાનું છે. દરેક બાળકમાં અલગ-અલગ ગુણો અને રુચિઓ હોય છે, તેને સમજીને તેને સાચો માર્ગ બતાવવો જરૂરી છે. તેમને તેમની ક્ષમતા અને શક્તિમાં વિશ્વાસ કરાવવા માટે આપણે જાગૃત થવું જરૂરી છે.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here