પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, વિજય રૂપાણી, વજુભાઈ વાળા સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહેશે
વકીલ મહાસંમેલનમાં જાણીતા હાસ્ય કલાકાર પદ્મશ્રી શહાબુદીનભાઈ રાઠોડ અને જાણીતા હાસ્યકલાકાર ગુણવંતભાઈ ચુડાસમા મનોરંજન કરાવશે
રાજકોટ: પ્રદેશ ભાજપ લીગલ સેલના સંયોજક જે.જે. પટેલ, પ્રદેશ ભાજપ લીગલ સેલના સહસંયોજક અનીલભાઈ દેસાઈ તથા ભાજપ લીગલ સેલના પ્રસાંત લાઠીગ્રાએ ‘સૌરાષ્ટ્ર ક્રાંતી’ કાર્યાલયની મુલાકાત લીધી હતી. આજે રાજકોટમાં વકીલ મહાસંમેલન યોજાનાર છે. આ સંમેલનમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે સંગઠનના હોદ્દેદારો ઉપરાંત ગુજરાત રાજયનું મંત્રી મંડળ ઉપસ્થિત રહેશે. તેમ જણાવ્યું હતું.સૌરાષ્ટ્રના વરિષ્ઠ ધારાશાસ્ત્રી, રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ, રાજકોટ જીલ્લાના પૂર્વ ડિસ્ટ્રીકટ ગર્વમેન્ટ પ્લીડર અને પબ્લિક પ્રોસીકયુટર અનિલભાઈ દેસાઈની ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલએ ગુજરાત ભાજપના અગ્રણીઓ સાથે વિચાર વિમર્શ કરી ગુજરાત પ્રદેશ ભાજપના લીગલ સેલના સહસંયોજક તરીકે નિયુકિત કરેલ છે અને ભારતીય જનતા પાર્ટીના લીગલ સેલ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છના વકીલ મહાસંમેલનને રાજકોટ ખાતે જવાબદારી સોપેલ.
Visit Saurashtra Kranti Homepage here
સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જીલ્લાઓમાંથી ભાજપની વિચારધારા સાથે જોડાયેલા વકીલોનું પ્રથમ વખત એક વિશાળ સંમેલન રાજકોટ ખાતે આજે શનિવારે સાંજે 6 વાગ્યે કાલાવડ રોડ, બી.એ.પી.એસ., શ્રી સ્વામિનારાયણ મંદિર, રાજકોટના સભાગૃહમાં ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ છે. ગુજરાત ભાજપના લીગલ સેલના પ્રદેશ ક્ધવીન2 જે.જે. પટેલના નેતૃત્વ હેઠળ આ વકીલ મહાસંમેલનને સફળ બનાવવા માટે જે.જે. પટેલ પોતે ભાવનગર,બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને દેવભુમિ દ્વારકા જીલ્લાના વિદ્યુતવેગી સતત પ્રવાસ કરી ઉપરાંત રાજકોટના સિનિયર વકીલોની વિવિધ ટીમો તથા અનિલભાઈ દેસાઈ (પ્રદેશ સહસંયોજક) એ પો2બંદ2,રાજકોટ, અમરેલી, કચ્છ, મોરબી સહિતના જીલ્લાઓનો પ્રવાસ ક2ી, મિટિંગો કરી સંપર્ક સાધી મહાસંમેલનમાં ઉપસ્થિત રહેવા માટે અપીલ કરી છે. આ મહાસંમેલનને સફળ બનાવવા માટે વિવિધ જીલ્લા-મહાનગરોના લીગલ સેલના સંયોજક, સહસંયોજક દ્વારા વ્યાપક પ્રવાસ કરીને રૂબરૂ આમંત્રણ અપાયું છે.
વકીલ મહાસંમેલનમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને ભાજપના પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા અને પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા સહીત સંગઠનના હોદ્દેદારો અને કર્ણાટકના ભુતપુર્વ ગર્વનર વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ગુજરાત સરકારના કાયદા પ્રધાન રાજેન્દ્રભાઈ ત્રિવેદી, શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, વનમંત્રી કિરીટસિંહ રાણા, શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશભાઈ મેરજા, વાહન વ્યવહાર મંત્રી અરવિંદભાઈ રૈયાણી, સામાજીક ન્યાય અધિકારીતા વિભાગના મંત્રી આર. સી. મકવાણા અને પશુપાલન વિભાગના મંત્રી દેવાભાઈ માલમ સહિતના પ્રધાનો અને મહાનુભાવો આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. તેમજ આ કાર્યક્રમમાં સાસદો રામભાઈ મોકરીયા, મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્યો સર્વ ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. શહેર ભાજપના પ્રમુખ કમલેશભાઈ મિ2ાણી, મેય2 ડો . પ્રદિપભાઈ ડવ અને રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ અર્જુનભાઈ પટેલ આ કાર્યક્રમમાં અતિથી વિશેષ પદ્ે ઉપસ્થિત રહેશે.
વકીલ મહાસંમેલનમાં જાણીતા હાસ્ય કલાકાર પદ્મશ્રી શહાબુદીનભાઈ રાઠોડ અને જાણીતા હાસ્યકલાકાર ગુણવંતભાઈ ચુડાસમા મનોરંજન કરાવશે. વકીલ મહાસંમેલનને સફળ બનાવવા માટે વકીલોની અલગ-અલગ ટીમો કાર્યરત વકીલ મહાસંમેલનમાં આવના2ા વાહનો માટે વાહન પાર્કીંગની વ્યવસ્થા વકીલ મહાસંમેલનમાં ભાજપની સભ્ય નોંધણી ઝુંબેશના સંદર્ભમાં માર્ગદર્શન આપવામાં આવશે. આ વકીલ મહાસંમેલનમાં રાજકોટ શહેર ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રના વિવિધ જીલ્લાઓમાંથી વકીલો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેનાર હોય, રાજકોટના અને બહારગામના વકિલોના વાહનોની પાર્કિંગની વ્યવસ્થા માટે બી.એ. પી.એસ. સ્વામીનારાયણ મંદિરની બાજુમાં કાલાવડ રોડ ઉપર આવેલ માતુશ્રી વિરબાઈ મહીલા કોલેજના કમ્પાઉન્ડમાં વ્યવસ્થા નિશ્ર્ચિત ક2વામાં આવેલી છે, તેથી આ કાર્યક્રમમાં સામેલ થના2 સૌએ તેમના વાહનો ત્યાં પાર્કીંગ ક2વા જણાવાયુ છે.
Read About Weather here
આ વકીલ મહાસંમેલનમાં બી.એ.પી.એસ. સ્વામીના2ાયણ મંદિ2માં પ્રમુખ સ્વામી સભાગૃહમાં પ્રવેશ મેળવવા માટે કાલાવડ રોડ ઉપર આવેલ પ્રેમવતી ઉપહાર ગૃહવાળી શેરીમાં ગેઈટ નં.5 માંથી પ્રવેશ મેળવવાનો રહેશે. આ કાર્યક્રમમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી વકીલો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેનારા હોય, આ કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા હાસ્યકલાકા2 પદ્મશ્રી શહાબુદીન રાઠોડ અને ગુજરાતના હાસ્ય કલાકા2 ગુણવંતભાઈ ચુડાસમા ઉપસ્થિત રહી હાસ્યની છોળો ઉછાડશે અને વકીલો આનંદની હળવીપળો માણી શકે તેવું વાતાવરણ નિર્માણ ક2વાનો પ્રયાસ કરેલ છે. ભારતીય જનતા પાર્ટી દ્વા2ા સમગ્ર દેશમાં વિશાળ સંખ્યામાં નવા સભ્યો નોંધણી ઝુંબેશ કાર્ય2ત હોય એવા સંજોગોમાં વકીલાતના વ્યવસાથ સાથે સંકળાયેલા અને ભાજપના વિચા2ધા2ામાં માનતા અને ભાજપના શુભેચ્છક હોય તેવા વકીલોને ભાજપના સભ્યો બનાવવા માટે કાર્યક્રમ દ2મ્યાન સભ્ય નોંધણી ઝુંબેશનું લાઈવ ડેમોસ્ટ્રેશન દ્વા2ા માર્ગદર્શન આપવામાં આવશે અને સભ્ય બનાવવામાં આવશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here