બાર એસોસિએશનની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ

બાર એસોસિએશનની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ
બાર એસોસિએશનની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ

પ્રમુખ માટે પાંચ, ઉપપ્રમુખ માટે બે સહિત કુલ 45 ફોર્મ ભરાયા

આગામી રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં વિવિધ ક્ષેત્રોમાંથી બહુમુખી પ્રતિભા ધરાવતા એડવોકેટએ પોતાની દાવેદારી નોંધાવી છે. રાજકોટ બાર એસોસિએશનની આગામી વર્ષ 2022 માટેની ટીમની ચૂંટણી 17 ડિસેમ્બર 2021 નાં રોજ થવા જઈ રહેલી છે.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે તમામ ક્ષેત્રોમાં એટલે કે ક્રિમીનલ, સિવિલ, રેવન્યુ, એમ.એ.સી.પી, લેબર, ફન્ઝયુમર જુનિયર એડવોકેટ એસોસિએશન જેવા તમામ ક્ષેત્રોમાં બહોળી સંખ્યામાં મિત્ર વર્તુળ ધરાવતા અને

સારી નામના મેળવેલ તમામ ઉમેદવારોએ પોતાના અલગ-અલગ ક્ષેત્રોનાં ધારાશાસ્ત્રી મિત્રોને ખૂબ મોટી સંખ્યામાં હાજર રાખી અને ભવ્ય સન્માનપૂર્વક રાજકોટ બાર એસોસિએશનનાં રૂમ ખાતે પોતાની ઉમેદવારી નોંધાવેલી હતી.

જયારે પ્રમુખ સહિતનાં તમામ ઉમેદવારોએ પૂજા-અર્ચના કરી ઢોલ-નગારા સાથે તથા સમર્થકોની હાજરીમાં ફોર્મ ભર્યું હતું. જયારે અત્યાર સુધી બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ પદ પર પાંચ ફોર્મ, ઉપપ્રમુખ પદ પર બે,

સેક્રેટરી પદ પર બે, જોઈન્ટ સેક્રેટરી પદ પર બે, ખજાનચી પદ પર બે, લાઈબ્રેરી પદ પર બે તથા કારોબારીનો ઓપન બેઠકમાં 27 અને મહિલા અનામત માટેની બેઠકમાં ત્રણ એમ 45 ફોર્મ ભરાયેલ છે. તેમાં સમરસ અને જીનીયસ એમ બે પેનલ છે.

Read About Weather here

તથા બહુમુખી પ્રતિભા ધરાવતા વકીલોએ જીતનો દાવો કર્યો હતો. આજ બપોરે 2:30 વાગ્યાનો છેલ્લો સમય ફોર્મ ભરવાનો હતો. આગામી ચૂંટણી પૂરી થયા બાદ જ કોણ બાજી મારશે તે જોવાનું રહ્યું છે.(14.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here