પોલીસને આ કેસમાં જબરદસ્તી પ્રોસટીટ્યુશન ની આશંકા છે, અને આ કેસની ફરિયાદ એક NGO દ્વારા કરવામાં આવી હતી. આ મામલે FIR નોંધવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
મુંબઈ પોલીસે અંધેરી વિસ્તારમાં એક બારમાં દરોડા પાડ્યા ત્યારે ઘણા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતાં. અહીં દરોડા દરમિયાન, બારની દિવાલની અંદર એક ગુપ્ત ભોંયરું મળી આવ્યું હતું. જેમાં 17 યુવતીઓને ઠુંસી-ઠુંસીને છુપાવવામાં આવી હતી. પકડાયેલી તમામ યુવતીઓ બાર બાળાઓ કહેવાઈ રહી છે.
આ દરોડો રવિવાર સાંજથી શરૂ થયો હતો અને આખી રાત ચાલુ રહ્યો હતો. લગભગ 15 કલાકની કડક કાર્યવાહી બાદ પોલીસને ખબર પડી કે બારની અંદર એક અંડરગ્રાઉન્ડ સેલર પણ બનાવવામાં આવ્યું છે.
આ ગુપ્ત ભોંયરું મેક-અપ રૂમની દિવાલો પર લાગેલા અરીસા પાછળ રાખવામાં આવ્યું હતું. અંદર જવાનો રસ્તો દિવાલમાં લગાવેલા અરીસામાંથી પસાર થતો હતો. ઓટોમેટિક ઈલેક્ટ્રીક દરવાજા લગાવવામાં આવ્યા હતા. જેઓ અરીસા જેવા દેખાતા હતા, પરંતુ તેમની પાછળ એક રસ્તો હતો.
જ્યારે પોલીસ ગુપ્ત માર્ગેથી ભોંયરામાં પહોંચી તો અધિકારીઓ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. કારણ કે ઊભા રહેવાની પણ જગ્યા નહોતી. માત્ર ત્રણ ફૂટનો ગ્લાસ હતો. આ દરવાજા ઉપર મેક-અપ રૂમમાં વપરાતો કાચ બહુ જ ચાલાકીથી લગાવવામાં આવ્યો હતો.
પણ હથોડા વડે કાચ તોડતાં જ ત્યાંથી ગુપ્ત ભોંયરામાં જવાનો રસ્તો દેખાતો હતો. પોલીસે ત્યાં જે જોયું તે જોઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા. કારણ કે આ ભોંયરામાં એસી, બેડ અને ટીવી જેવી તમામ સુવિધાઓ હતી. જેમાં 17 યુવતીઓ છુપાયેલી હતી.
પોલીસની નજરથી બચવા માટે આ ગુપ્ત ભોંયરું રાખવામાં આવ્યું હતું. જ્યારે પણ પોલીસની ગાડી ચેક કરવા આવતી ત્યારે યુવતીઓ આ અંડરગ્રાઉન્ડ બેઝમેન્ટમાં છુપાઈ જતી.
Read About Weather here
એટલું જ નહીં, પોલીસને જોઈને બારની બહાર લાગેલા કેમેરાએ અંદર બેઠેલા લોકોને એલર્ટ કરી દીધા. પોલીસે અગાઉ પણ ઘણી વખત અહીં દરોડા પાડ્યા હતા, પરંતુ તેઓના હાથમાં કશું આવ્યું ન હતું.ત્યારપછી અહીં હાજર યુવતીઓને ભોંયરામાં છુપાવી દેવામાં આવતી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here