બાયોટેકનોલોજી વિભાગનાં વૈજ્ઞાનિકોએ સરકારને રીપોર્ટ સોંપ્યો: એલર્ટ જારી કરવા ભલામણ

કોરોનાના નવા 14.169 પોઝીટીવ કેસ નોંધાયા...!
કોરોનાના નવા 14.169 પોઝીટીવ કેસ નોંધાયા...!

વાયરસના 25 મ્યુટેશન, ડેલ્ટા-4 સૌથી ખતરનાક

બાયોટેકનોલોજી વિભાગનાં વૈજ્ઞાનિકો દ્વારા ગત સપ્તાહમાં કેન્દ્ર સરકારને રીપોર્ટ સોંપવામાં આવ્યો છે. તેમાં એવી લાલબતી ધરી છે કે બીજી લહેરનાં કહેર પછી ડેલ્ટા વેરીએન્ટનાં સતત મ્યુટેશન થઈ રહ્યા છે

Visit Saurashtra Kranti Homepage here

માત્ર ભારત જ નહિં, અમેરીકા, યુરોપ, જેવા અનેક દેશોમાં મ્યુટેશન થઈ રહ્યા છે.વાયરસમાં અનેક બદલાવ આવવાની આશંકા છે. વાયરસમાં અનેક બદલાવ આવવાની આશંકા છે.

ભારતમાં ડેલ્ટા-4 નામક વેરીએન્ટથી ત્રીજી લહેરને ખતરો હોવાની લાલબતી વૈજ્ઞાનિકોએ ધરી છે અને એલર્ટનાં આદેશ જારી કર્યા છે.

રીપોર્ટમાં કહેવાયુ છે કે ડેલ્ટાના તમામ મ્યુટેશનને 1 થી 25 નંબર સુધીની આંકડાકીય ઓળખ આપવામાં આવી છે.તેમાં ડેલ્ટા-4 સૌથી તેજ છે. મહારાષ્ટ્ર તથા કેરળમાં અત્યારે આ જ મ્યુટેશનનું સંક્રમણ છે.

નવી ત્રીજી લહેરમાં ડેલ્ટા 4 ની જ સૌથી વધુ ભૂમિકા રહી શકે છે. રીપોર્ટમાં કહેવાયું છે કે ગત મહિને મહારાષ્ટ્રમાં 44 ટકા દર્દીઓમાં ડેલ્ટા-4 વેરીએન્ટ મળ્યો હતો. જયારે કેરળમાં આ સંખ્યા 30 ટકાથી વધુ છે.

વિશ્ર્વ આરોગ્ય સંગઠન (ડબલ્યુએચઓ)દ્વારા આ વેરીએન્ટને ચિંતાજનક શ્રેણીમાં મુકવામાં આવ્યો છે. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે વાયરસના આ નવા મ્યુટેશનથી નવી લહેરમાં ગમે તેવી પરિસ્થિતિ પેદા થઈ શકે છે.

રીપોર્ટમાં જોકે એમ કહેવામાં આવ્યું છે કે ભારતમાં મ્યુ અથવા સી 1.2 નામના વેરીએન્ટનો હજુ કોઈ કેસ નોંધાયો નથીપરંતુ ડેલ્ટા તથા તેના કનેકશનનાં મ્યુટેશન સતત વધી રહ્યા છે.

પરીણામે કોરોના મહામારીની નવી ચિંતાજનક હાલત ઉભી થઈ શકે છે. અત્યારે ડેલ્ટા 4 (એ.વાય.4) ના મહતમ સેમ્પલ મળી રહ્યા છે. ભારતમાં જ અત્યાર સુધીમાં ડેલ્ટા વેરીએન્ટનું 25 વખત મ્યુટેશન થયુ છે

અને તેના ભરડામાં સપડાયેલા દર્દીઓની ઓળખ થઈ ગઈ છે. રીપોર્ટમાં એમ કહેવાયુ છે કે અત્યાર સુધીમાં 90115 સેમ્પલનું જીનોમ પૂર્ણ થયુ છે. તેમાંથી 62.9 ટકા સેમ્પલમાં વાયરસના ગંભીર વેરીએન્ટ મળ્યા છે

Read About Weather here

તેમાં ડેલ્ટા, આલ્ફા, ગામા, બીટા, કાપા વગેરે વેરીએન્ટછે.આ વેરીએન્ટથી બીજા સંક્રમણની આશંકા વધારે જ છે.ઉપરાંત વેકસીન લેનાર દર્દીઓને પણ સંક્રમિત કરી શકે છે.(9.11)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here