બાબાની બાબુગીરી…!

બાબાની બાબુગીરી...!
બાબાની બાબુગીરી...!
બાબાએ હોસ્પિટલના ચોથા માળે આવેલા મેડિસન વોર્ડના ગેટ પર લટકીને યોગાસન કર્યા હતા. લોકોએ વીડિયો બનાવ્યો તો બાબા ચિડાઈ ગયા અને વીડિયો બનાવનારની પાછળ દોડ્યા. મધ્યપ્રદેશની જિલ્લા હોસ્પિટલમાં બુધવારે એક અચરજ પમાડે એવી ઘટના પ્રકાશમાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

અહીં સારવાર કરાવવા આવેલા એક બાબાએ જોરદાર ડ્રામા કર્યો હતો. બાબા ક્યારેક યોગ કરતા તો ક્યારેક લોકોને ડરાવતા જોવા મળ્યા હતા. તેમણે વોર્ડમાં પલંગ ફેંક્યો, સ્ટ્રેચર પર ઊભા થઈ ગયા, વ્હીલર ચેરને જમીન પર પછાડી અને જમીન પર સૂઈ ગયા સહિતના ડ્રામા કર્યા હતા.

તેઓ પોલીસચોકીમાં પણ યોગ કરતા રહ્યા હતા. બાબાની આ હરકતોથી દર્દી અને નર્સિંગ સ્ટાફ આમ-તેમ ભાગતો રહ્યો હતો. માંડ- માંડ બાબાને પકડીને શાંત કરવામાં આવ્યા.

તેને ચોથાથી પાંચમા માળ સુધી દોડાવ્યો. માંડ-માંડ લોકો બાબાથી બચ્યા હતા.વોર્ડ બોય અને સિક્યોરિટી ગાર્ડ જ્યારે બાબાને પકડવા લાગ્યા તો તેમની પર હુમલો કરવામાં આવ્યો હતો. હોસ્પિટલ કર્મચારી તેમને છોડીને ભાગ્યા હતા. બાબાએ તેમનો પીછો કર્યો તો તેમણે ઈમર્જન્સી OT અને ડોક્ટરની ચેમ્બરમાં ઘૂસીને પોતાને બચાવ્યા હતા.

એમ્બ્યુલન્સના EMT અરવિંદ મિશ્રાના જણાવ્યા મુજબ, 108 એમ્બ્યુલન્સને છતરપુરના સૌંરા ગામમાંથી કોલ આવ્યો હતો કે ગામમાં એક બાબા છે, જે બીમાર છે. તેઓ વિચિત્ર પ્રકારની હરકત કરી રહ્યા છે. અમે એમ્બ્યુલન્સ લઈને ત્યાં પહોંચ્યા તો જોયું કે બાબા કીચડને ખુદ્દી રહ્યા છે. તેમના ડ્રામાથી ગામના લોકો ખૂબ જ પરેશાન અને ડરેલા હતા. જેમ તેમ પકડીને તેમને એમ્બ્યુલન્સથી તેમને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

Read About Weather here

અહીં પણ તેઓ આ જ પ્રકારની હરકત કરતા રહ્યા હતા.જિલ્લા હોસ્પિટલના ચોથા માળે બનેલા મેડિસિન વોર્ડમાં દાખલ બાબા અને તેના ડ્રામાથી દર્દીઓ અને નર્સિંગ સ્ટાફ પરેશાન થઈ ગયા હતા. આખરે કટાળીને હોસ્પિટલના પ્રશાસને તેમને હોસ્પિટલ ચોકી પોલીસના હવાલે કર્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here