બાપુ અને CSK વચ્ચે મતભેદ…!

બાપુ અને CSK વચ્ચે મતભેદ…!
બાપુ અને CSK વચ્ચે મતભેદ…!
એવામાં કેપ્ટનશિપપદેથી રાજીનામું આપ્યા પછી CSKએ સર જાડેજાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધો છે. રવીન્દ્ર જાડેજા 10 વર્ષથી ચેન્નઈ સુપર કિંગ્સનો મહત્ત્વપૂર્ણ ખેલાડી રહ્યો છે. વળી, ત્યાર પછી પછી માહિતી મળી આવી કે રવીન્દ્ર જાડેજાને પાંસળીની ઈજાને કારણે IPL 2022માંથી બહાર થવું પડ્યું છે. એવામાં મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, 4 મેના દિવસે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે રમાયેલી મેચમાં જાડેજાને પાંસળીમાં ઈજા થઈ હતી, પરંતુ અત્યારે ફેન્સને આ ઓફિશિયલ સ્ટેટમેન્ટ પર વિશ્વાસ નથી, તેમને આની પાછળનું કારણ કંઈક બીજું જ લાગી રહ્યું છે. ચાલો, સમગ્ર વિવાદ પર નજર ફેરવીએ…

Visit Saurashtra Kranti Homepage here

બાપુ અને CSK વચ્ચે મતભેદ…! CSK

ચેન્નઈ સુપર કિંગ્સના ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે રવીન્દ્ર જાડેજા ઈન્જરીને કારણે દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી મેચમાં ઉપલબ્ધ નહોતો. તે સારવાર હેઠળ હતો, જોકે ત્યાર પછી સર જાડેજા IPLની સમગ્ર સીઝનમાંથી બહાર થઈ ગયા હોવાની જાણકારી મળી હતી.જાડેજાએ ટૂર્નામેન્ટમાંથી અચાનક જ વિદાય લેતાં ચર્ચાનો મુદ્દો ગરમાયો હતો. લોકોને લાગે છે કે જાડેજાએ ટીમ મેનેજમેન્ટ સાથે મતભેદને કારણે CSKનો કેમ્પ છોડી દીધો છે.સોશિયલ મીડિયા પર એક ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે ચેન્નઈની ટીમ મેનેજમેન્ટ અને ધોનીએ જાડેજા સાથે ચીપ ટ્રિક રમી હતી. સીઝનમાં ટીમના ખરાબ પ્રદર્શન માટે તેના માથે દોષનો ટોપલો ઢોળી દેવામાં આવ્યો હતો.

Read About Weather here

બાપુ અને CSK વચ્ચે મતભેદ…! CSK

એટલું જ નહીં, સર જાડેજા પાસેથી કેપ્ટનશિપ પણ છીનવી લેવામાં આવી હતી.આ સમગ્ર ચર્ચા દરમિયાન હવે CSKએ સર જાડેજાને ઈન્સ્ટાગ્રામમાં અનફોલો પણ કરી દીધો છે. ફેન્સના મતે આવું કરીને ટીમ મેનેજમેન્ટે શ્રેષ્ઠ ખેલાડીનું અપમાન કર્યું છે. અન્ય એક યુઝરે લખ્યું કે કેપ્ટન્શિપ પરથી હટાવ્યા પછી જાડેજા ઉદાસ જોવા મળ્યો હતો. ત્યાર પછી અચાનક જ જાડેજાની આ સીઝનમાંથી વિદાયના સમાચારની વાત સાંભળી રહસ્યનો કોયડો ગૂંચવાયો હતો.આ સીઝનની શરૂઆત પહેલાં ચેન્નઈએ સૌથી વધુ 16 કરોડ રૂપિયા ચૂકવીને જાડેજાને રિટેન કર્યો હતો. જોકે જાડેજાની કેપ્ટનશિપ હેઠળ ટીમ 8માંથી 6 મેચ હારી ગઈ હતી આ દરમિયાન જાડેજાએ બેટિંગ દરમિયાન 111 રન કર્યા, જ્યારે બોલિંગમાં પણ 3 વિકેટ લીધી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here