બાપુએ પુષ્પા સ્ટાઈલમાં વિકેટ લીધી…!

બાપુએ પુષ્પા સ્ટાઈલમાં વિકેટ લીધી…!
બાપુએ પુષ્પા સ્ટાઈલમાં વિકેટ લીધી…!
બાપુએ ઓફ સ્ટમ્પ પર બોલ ફેંક્યો હતો જેમાં આક્રમક શોટ મારવા જતા દિનેશ કોટ બિહાઈન્ડ આઉટ થઈ ગયો હતો. ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી પહેલી T20 મેચમાં રવીન્દ્ર જાડેજાની ફિલ્મી સ્ટાઈલ વાઈરલ થઈ રહી છે. તેણે રિકવરી સમયે પુષ્પાના ડાયલોગ બોલ્યા પછી આજે મેચ દરમિયાન વિકેટ લીધા પછી પણ પુષ્પાનું હુક સ્ટેપ સેલિબ્રેશન કર્યું હતું. તો બીજી બાજુ મેચ પહેલા યુઝવેન્દ્ર ચહલે રવીન્દ્ર જાડેજાનો ફિમેલ ફિલ્ટર વાળો ફોટો શેર કર્યો હતો. જોકે આ અંગે જાડેજાએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.10મી ઓવરમાં રવીન્દ્ર જાડેજાએ દિનેષ ચાંદિમલને પેવેલિયન ભેગો કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

ઉલ્લેખનીય છે કે રિકવરી પછીની કમબેક મેચમાં આ જાડેજાની પહેલી વિકેટ હોવાથી તેણે પુષ્પા સ્ટાઈલમાં સેલિબ્રેશન કર્યું હતું.જાડેજાએ કમબેક મેચમાં વિકેટ લીધી અને પુષ્પાનો હુક સ્ટેપ કર્યો એ જોઈને રોહિત પણ ખુશ થઈ ગયો હતો. તે તાત્કાલિક જાડેજા પાસે દોડીને આવ્યો અને ભેટી પડ્યો હતો. તમને જણાવી દઈએ કે આ એકતરફી મેચમાં જાડેજાએ બોલિંગની સાથે શાનદાર ફિલ્ડિંગ કરી ભારતને મેચ જીતવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.યુઝવેન્દ્ર ચહલે મેચ પહેલા ફિમેલ ફિલ્ટર લગાવી જાડેજાની એક તસવીર શેર કરી હતી. જેમાં તેણે વેલકમ જડ્ડુ ભાઈ લખ્યું હતું. આની સાથે જાડેજાને ફિમેલ અવતારમાં રાખી ચહલે ‘પુષ્પા’ હોવાનું કેપ્શન આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે જાડેજાએ હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ ચહલને મસ્તી મોંઘી પડી શકે છે એવું ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે.ઈન્ડિયન ટીમના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા રિકવરી સમયે અવારનવાર ફિલ્મી લુકમાં જોવા મળી રહ્યો હતો. તેવામાં ફરી એકવાર જાડેજા પુષ્પાઃ ધ રાઈઝ ફિલ્મના એક્ટર અલ્લુ અર્જુનની જેમ દાઢી-મૂછને તાવ આપી અનોખા રૂપમાં તસવીર શેર કરી હતી. તેવામાં બાપુની આ તસવીર ગણતરીની મિનિટોમાં સોશિયલ મીડિયામાં ધૂમ મચાવવા લાગી હતી. યૂઝર્સ આ તસવીરને જોઈને એવું કહેવા લાગ્યા કે રવીન્દ્ર જાડેજાને પુષ્પા-2ના બીજા ભાગમાં લીડ રોલ મળી જવો જોઈએ.

Read About Weather here

તે અલ્લુ અર્જુનને સારી કોમ્પિટિશન આપી રહ્યા છે. ભારતે પહેલી T20માં શ્રીલંકાને એકતરફી મેચમાં 62 રનથી હરાવ્યું છે. આની સાથે જ રોહિત એન્ડ ટીમે 3 મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ઉલ્લેખનીય છે કે ભારતની આ T20 ફોર્મેટની સતત 10મી જીત છે. આની સાથે જ ઈન્ડિયાએ પાકિસ્તાનનો સળંગ 9 જીતનો રેકોર્ડ તોડી દીધો છે. તેવામાં જો ભારત આ સિરીઝમાં શ્રીલંકાનો વ્હાઈટવોશ કરશે તો અફઘાનિસ્તાનની 12 જીતના રેકોર્ડની બરાબરી કરી લેશે.તો બીજી બાજુ યુઝર્સે અવાર-નવાર ઈન્ડિયન સિનેમાની પોસ્ટ કરતા ઓસ્ટ્રેલિયન પ્લેયર ડેવિડ વોર્નરને પણ ચેતવણી આપી દીધી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here