ગંજીવાડામાં માનસિક બિમારીથી કંટાળી યુવાને ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું ; બન્ને પરિવાર માં શોક છવાયો
શહેરના જામનગરરોડ પર આવેલા બજરંગવાડીમાં રહેતા નિવૃત્ત પોસ્ટ કર્મચારીએ એકલવાયા જીવનથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે જ્યારે બીજા બનાવમાં ગંજીવાડામાં રહેતા યુવાને માનસીક બિમારીથી કંટાળી ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધુ હતું.
Visit Saurashtra Kranti Homepage here
જાણવા મળતી વિગત મુજબ બજરંગવાડી શેરી નં.9/10માં પાયલ મંડપ સર્વિસ પાસે રહેતા હરેશભાઈ મોજીરામ તીલાવત (ઉ.વ.57) નામના બાવાજી પ્રૌઢે ગઈકાલે સાંજે પોતાના ઘરે ઉપરના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. 108ના ઈએમટી ગીરજાબેન રાઠોડે મરણ જાહેર કરી પોલીસને જાણ કરતા ગાંધીગ્રામ પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ પ્રાથમિક કાગળો કરી મૃતદેહને પીએમ અર્થે સીવીલ હોસ્પિટલે ખસેડ્યો હતો.
પ્રાથમિક તપાસમાં મૃતક હરેશભાઈ અગાઉ પોસ્ટ ઓફિસમાં નોકરી કરતા હતા જેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી હતી. બાદમાં એકલવાયા જીવનથી કંટાળી આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યુ છે. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. આ બનાવથી બાવાજી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
જ્યારે બીજા બનાવમાં ગંજીવાડા શેરી નં.7માં મહાકાળી ચોકમાં રહેતા હિતેષ બટુકભાઈ જીંજરિયા (ઉ.વ.35) નામના યુવાને પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવની જાણ થતાં કોટડા પોલીસ મથકના થોરાળા પોલીસ મથકના હે.કો.બી.આર.સોલંકી સહિતનો સ્ટાફ દોડી ગયો હતો
Read About Weather here
અને મૃતદેહને પીએમમાં ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક હિતેષભાઈ બે ભાઈ એક બહેનમાં વચ્ચેટ અને મજુરી કામ કરતો હોવાનું તથા તેમને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યુ છે. તેણે માનસીક બીમારીથી કંટાળી આ પગલુ ભરી લીધાનું ખુલવા પામ્યુ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here