બગસરામાં 8મીએ ‘મારૂ ગૌધન-મારૂ ગૌરવ’ સેમીનાર

બગસરામાં 8મીએ ‘મારૂ ગૌધન-મારૂ ગૌરવ’ સેમીનાર
બગસરામાં 8મીએ ‘મારૂ ગૌધન-મારૂ ગૌરવ’ સેમીનાર

રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન ડો.વલ્લભ કથીરિયા વકતવ્ય આપશે

કામધેનુ સેવા સમિતિ બગસરા દ્વારા તા.8/1/2022, શનિવારના રોજ બપોરના 3 કલાકે સતવારા સમાજ વાડી, બગસરા ખાતે રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન અને પૂર્વ કેન્દ્રિય મંત્રી ડો. વલ્લભભાઇ કથીરિયાની અધ્યક્ષતામાં મારૂ ગૌ ધન મારૂ ગૌરવ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે.

ઇફકો અને એન.સી.યુ. આઈ.ના ચેરમેન અને ગુજરાત રાજયના પૂર્વ મંત્રી દિલીપભાઈ સંઘાણી ઉદઘાટક તેમજ અમરેલી જીલ્લાના સાંસદ નારણભાઇ કાછડીયા, ધારી- બગસરાના ધારાસભ્ય જે.વી.કાકડીયા, અમરેલી જીલ્લાના ભાજપ પ્રમુખ કૌશીકભાઈ વેકરીયા અને ગાય આધારિત ખેતીના પ્રણેતા એવા પ્રફુલભાઇ સેંજલીયા મુખ્ય અતિથી વિશેષ પદે ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિર, બગસરાના પૂજ્ય વિવેક સ્વરૂપ સ્વામી આર્શીવચન આપશે.

Visit Saurashtra Kranti Homepage here

આ સેમિનારમાં ગાય આધારિત કૃષિ, ગૌ સેવાના વિવિધ આયામો જેમકે સમગ્ર ભારતમાં નિ:સહાય (રખડતી) ગાયો, પશુઓનો પ્રશ્ર્ન વિકટ બન્યો છે. આ સમસ્યાના સમાધાન માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી અનેક બાબતો પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે.

Read About Weather here

આ આયોજનને સફળ બનાવવા માટે કામધેનુ સેવા સમિતિ બગસરાના એચ.આર.શેખવા સાહેબ, ડો.ભાર્ગવ પંડયા, ડો.આનંદ કાંમલીયા જહેમત ઉઠાવી રહ્યા છે. આ સેમિનારમાં ખેડૂતો, ગૌ પ્રેમીઓ, ગૌશાળાના સંચાલકો, જીવદયા પ્રેમી તેમજ જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here