મૂળ ગઢડાના યુવકની માતા જન્મ સમયે જ ગુજરી જતા મામા સાથે રહેતો’તો ; પરિવારમાં અરેરાટી
બગસરા તાલુકાના હામાપર ગામે માતાના મૃત્યુ બાદ મામા સાથે રહેતો યુવક ભૂલથી ઝેરી દવા પી જતા સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને દમ તોડી દીધો હતો એકના એક પુત્રના મૃત્યુથી પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો છે.
Visit Saurashtra Kranti Homepage here
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ બગસરાના હામાપુર ગામે રહેતા મિત હરેશભાઈ ગોહેલ નામનો 18 વર્ષનો યુવક કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી ગયો હતો યુવકને ઝેરી અસર થતાં બેશુધ્ધ હાલતમાં
સારવાર માટે બગસરા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ યુવાને હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે
પ્રાથમિક તપાસમાં મૃતક મિત ગોહેલ મૂળ સ્વામીના ગઢડાનો વતની હતો અમિત ગોહેલ એક વર્ષનો હતો ત્યારે તેની માતા કૈલાશબેનનું બીમારી સબબ મોત નિપજતા તે હામાપર ગામે મામા હરેશભાઈ થવાણી સાથે રહેતો હતો
Read About Weather here
મિત ગોહેલ ધોરણ 10 માં ત્રણ વખત નાપાસ થયો હતો અને ગઈ કાલે દવા ભરેલા વાસણમાં ભૂલથી પાણી પી જતા ઝેરી અસર થવાથી મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે બગસરા પોલીસે નોંધ કરી કાનૂની તપાસ હાથ ધરી છે.(5.5)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here