વાઈરલ વીડિયોમાં દેખાતી યુવતીના રીવોલ્વર સાથે કુલ બે વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. પોરબંદરના નેશનલ હાઇવે રોડ પર એક યુવતી કાર માંથી ઉતરી પિસ્તોલ હાથમાં લઈને એક્શન કરી ગીતો સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં પોલીસે બાતમીના આધારે સીતારામ નગરમાં રહેતી યુવતી સામે કાર્યવાહી કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
જેમાં યુવતીએ આ વીડિયો સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારવા પોસ્ટ કર્યો હોવાનું અને રિવોલ્વર તેના સંબંધીએ આપી હોવાની કબૂલાત કરી હતી.સોશિયલ મીડિયામાં એક પાંચ સેકન્ડનો અને એક આઠ સેકન્ડનો એમ બે વીડિયો વાઈરલ થયા હતા. જેમાં એક વીડિયોમાં યુવતી પોતાના હાથમાં રીવોલ્વર સાથે કાર પાસેથી આવતી જોવા મળી રહી છે. જ્યારે અન્ય એક વીડિયો પર રીવોલ્વર સાથે જ બનાવવામાં આવ્યો હતો.
Read About Weather here
આ વીડિયોમાં યુવતી પાસે રિવોલ્વર સાચી છેકે કેમ તે દિશામાં જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ ઉદ્યોગનગરના પીએસઆઇ એસ.એ. સોલંકી સહિતના પોલીસે તપાસ શરૂ કરતા બાતમી મળેલ કે રિવોલ્વર સાથે વાયરલ વીડિયોમાં સીતારામ નગરમાં રહેતી અંજલિ ખેતાભાઈ ચાવડા નામની યુવતી છે.પોલીસે આ યુવતીને પોલીસ મથકે બોલાવી પુરછપરછ કરતા નવ માસ પહેલા આ વીડિયો બનાવ્યો હતો અને સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારવા વીડિયો પોસ્ટ કર્યો હતો. તેમજ રિવોલ્વર તેમના સંબંધી પ્રફુલ મકવાણાએ આપી હોવાની કબૂલાત આપી હતી. જેથી પોલીસે યુવતી તેમજ પ્રફુલ વિરૂદ્ધ ગુનો દાખલ કરી 2 મોબાઈલ અને રિવોલ્વર કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ રિવોલ્વર એક્સ આર્મીમેન પ્રફુલ મકવાણાની હતી અને લાયસન્સ વાળી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here