ફિલ્મ જગત

ફિલ્મ જગત
ફિલ્મ જગત

1.વિકી-કેટે તો લગ્નની વાત છુપાવીને જ રાખી, પણ રાજસ્થાન પોલીસ અને કલેક્ટરે આ રીતે ભાંડો ફોડી નાખ્યો

કેટરીના કૈફ તથા વિકી કૌશલના 9 ડિસેમ્બરે સવાઈ માધોપુરની સિક્સ સેન્સ હોટલમાં લગ્ન છે. હજી સુધી કેટરીના તથા વિકીએ પોતાના લગ્ન અંગે કોઈ જ વાત કરી નથી. ભલે કેટ-વિકીએ પોતાના લગ્ન અંગે મગનું નામ મરી ના પાડ્યું હોય, પરંતુ રાજસ્થાન પોલીસ તંત્ર તથા કલેક્ટરે આ અંગેની વાત જાહેર કરી દીધી છે.

Visit Saurashtra Kranti Homepage here

2. માત્ર કેટરીના જ નહીં, બોલિવૂડની આ એક્ટ્રેસિસ પાસે પણ પતિ કરતાં વધુ સંપત્તિ છે

ઐશ્વર્યા-દીપિકા સહિતની એક્ટ્રેસિસ પતિ કરતાં વધુ સંપત્તિવાન

કેટરીના કૈફ 9 ડિસેમ્બરના રોજ વિકી કૌશલ સાથે રાજસ્થાનમાં લગ્ન કરવાની છે. કેટરીનાની વિકી કૌશલ કરતાં વધુ સંપત્તિ છે. જોકે, કેટરીના પહેલાં પણ ઘણી એક્ટ્રેસિસ પતિ કરતાં વધુ પૈસાદાર છે.

3. બ્રહ્મા મિશ્રાથી લઈને પરવીન બાબી સુધી આ સ્ટાર્સના રહસ્યમય સંજોગોમાં મોત થયા, ત્રણ-ચાર દિવસ સુધી તેમના મૃતદેહો સડતા રહ્યા

પરવીન બાબીનો મૃતદેહ 22 જાન્યુઆરી 2005ના રોજ તેના ઘરેથી મળી આવ્યો હતો જે સડી ગયેલી હાલતમાં હતોવેબસિરીઝ મિર્ઝાપુરમાં લલિતનો રોલ કરનાર બ્રહ્મા મિશ્રા શંકાસ્પદ સંજોગોમાં નિધન થયું છે. ત્રણ દિવસ પછી તેના મુંબઈના ઘરેથી સડી ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. બ્રહ્માના મૃત્યુનું કારણ પોસ્ટમોર્ટમ બાદ જાણી શકાશે. આમ તો બોલિવૂડમાં એવા ઘણા સેલેબ્સ છે જેમના અચાનક મૃત્યુથી ઈન્ડસ્ટ્રીને ઝટકો લાગ્યો અને તેની સડેલી લાશ મળી આવતાં સનસનાટી ફેલાઈ ગઈ હતી.

4. 21 વર્ષમાં ‘જુડવા’ ગર્લ આટલી બદલાઈ, ગ્લેમર વર્લ્ડ છોડીને બાળકોને ઉછરે છે ને ઘર સંભાળે છે

સલમાન ખાનની ફિલ્મ ‘જુડવા’ (1997)થી બોલિવૂડમાં અલગ ઓળખ બનાવનાર સાઉથ એક્ટ્રેસ રંભાની કેટલીક તસવીરો વાઇરલ થઈ છે. આ તસવીરોમાં રંભાનો લુક ઘણો જ અલગ જોવા મળ્યો છે.

5. ફિટ રહેવું અત્યંત આવશ્યક છેઃ અજય

ઇન્ડસ્ટ્રીમાં અભિનેતા અજય દેવગણે ત્રીસ વર્ષ પહેલા એકશન હીરો તરીકે શરૂઆત કરી હતી. ત્યારથી તે અહિ સતત કામ કરી રહ્યો છે. તેણે દરેક પ્રકારની ફિલ્મો કરી છે. અજયએ ૧૯૯૧ની ૨૨ નવેમ્બરે ‘ફૂલ ઔર કાંટે’ દ્વારા બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મને હવે ૩૦ વર્ષ થયાં છે. બોલીવુડમાં સતત ત્રણ દાયકા સુધી ટકી રહેવા વિશે અજય દેવગને કહ્યું હતું કે એવું કહેવાય છે કે ફિટ વ્યકિત વધુ કામ કરી શકે છે.

6. એ નિર્ણય વિચારીને નહોતો લીધોઃ મનિત

ટીવી પરદાના સુપરહિટ શો કુંડલી ભાગ્યમાં મહત્વનો રોલ નિભાવી રહેલા અભિનેતા મનિત જોૈરાએ આ શો છોડી દેતાં ચાહકો અને નિર્માતાઓ ચોંકી ગયા હતાં. મનિત આ શોમાં ઋષભ લુથરાનો રોલ નિભાવી રહ્યો હતો. મનિત જોૈરાએ કહ્યું હતું કે ચાર વર્ષ પછી મેં કુંડલી ભાગ્ય જેવો હિટ શો છોડી દેવાનો નિર્ણય કર્યો હતો. મેં આ મારા આ નિર્ણય માટે કોઇ વિચાર કર્યો નહોતો. 

7. મિર્ઝાપુરના જાણીતા અભિનેતા બ્રહ્મ મિશ્રાનું નિધનઃ બાથરૂમમાંથી મળ્યો મૃતદેહ

મિશ્રાએ વેબ સિરીઝ મિર્ઝાપુરમાં લલિતનું પાત્ર ભજવ્યું હતું

મુંબઈના વર્સોવા વિસ્તારમાં રહેતા અભિનેતા બ્રહ્મ મિશ્રા ની લાશ તેમના ફ્લેટમાંથી મળી આવી હતી. મિશ્રાએ વેબ સિરીઝ મિર્ઝાપુરમાં લલિતનું પાત્ર ભજવ્યું હતું. મિશ્રાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કૂપર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. મિશ્રાની લાશ ફ્લેટના બાથરૂમમાંથી મળી આવી હતી. 

8. સસ્પેન્સ કોર્ટરૂમ ડ્રામામાં વિનય, રણવીર એક સાથે

સસ્પેન્સ અને કોર્ટ રૂમ ડ્રામાના શોખીનો માટે એક નવી ફિલ્મ આવી રહી છે. આગામી સત્તરમી ડિસેમ્બ્રે રિલીઝ થનારી આ ફિલ્મનું નામ ‘૪૨૦ આઇપીસી’ એવું છે. આ ફિલ્મમાં અભિનેતા વિનય પાઠક, રણવીર શૌરી, ગુલ પનાગ અને રોહન વિનોદ મેહરાની  મુખ્ય ભુમિકા છે. 

9. ટ્રોલર્સની વાતો ધ્યાને લેતી નથીઃ એશા

ફિલ્મોને કારણે જેટલી ચર્ચામાં રહે છે તેના કરતાં વધુ પોતાના કામોત્તેજક ફોટાઓને કારણે ચર્ચામાં રહેતી અભિનેત્રી એશા ગુપ્તાને ટ્રોલર્સ સતત નિશાન બનાવતાં રહે છે. થોડા સમય પહેલા તેણે પોતે ઘરની બાલ્કનીમાં સૂર્યનો તડકો લેતી હોય તેવા ફોટા મુકતાં અને તેમાં તેનો વાંસો ઉઘાડો હોઇ ટ્રોલર્સ તેના પર તૂટી પડ્યા હતાં. જો કે એશાએ કહ્યું હતું કે મને આવા લોકોથી કોઇ જ ફરક પડતો નથી. 

Read About Weather here

10. સની દેઓલ અને અમીષા પટેલે ફિલ્મ ‘ગદર ૨’નું શુટિંગ કર્યું શરૂ

૨૦ વર્ષ બાદ સાથે જોવા મળ્યા તારાસિંહ અને સકીના

બોલિવૂડ અભિનેતા સની દેઓલ અને અભિનેત્રી અમીષા પટેલની ફિલ્મ ‘ગદર ૨’ની બનવાની ખબર આવતાં જ ફેન્સમાં આતુરતા વધી છે. ચાહકો ફિલ્મના શૂટિંગની જાણકારી માટે રાહ જોઈ રહ્યાં હતા. આખરે હવે આ રાહનો અંત આવ્યો છે. જી હા, આજથી અભિનેતા સની દેઓલ અને અમીષા પટેલ ‘ગદર ૨’ની શૂટિંગમા લાગી ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here