ધોળા દિવસે બનેલી આ ઘટનાને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બોટાદ તાલુકનાના નાના ભડલા ગામે 35 વર્ષ પૂર્વે ખયેલી હત્યાનું વેર વાળવા માટે ચાર શખ્સોઓ બે સાઢુભાઇની બુલેટનો પીથો કરી પીપળીયા ગામમી સીમમાં બંને ઉપર બે રાઉન્ડમાં ફાયરિંગ કર્યું હતું. જે ઘટનામાં એક વ્યક્તિને હાથના ભાગે ગોળી વાગી જતા બોટાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
બનાવ અંગે મળતી માહિતી મુજબ બોટાદના પળિયાદ તાબેના નાના ભડલા ગામે રહેતા 61 વર્ષીય કરશન જીવાભાઇ ભરાડિયા અને તેમના સાઢુભાઇ રાણા રવજીભાઇ મેર મંગળવારે સવારના સમયે રાણાભાઇના બુલેટ પર પાળિયાદથી ખેતરના ઓજાર લઇને ચોરવીરા ગામે જઇ રહ્યા હતા. આ સમયે પાળિયાદ-લીંબોડાના રસ્તે પીપળીયા ગામના સિમાડે પહોંચતા એક બાઇક અને એર ફોરવ્હીલમાં આવેલા લાલા દડુભાઇ ભાભળા, યુવરાજ મનુભાઇ ખાચર અને બે અજાણ્યા શખ્સોઓ આવીને બુલેટની સાથે કાર ભટકાવી હતી, જેથી બંને સાઢુભાઇએ ગંધ આવી જતા જીવ બચાવવા માટે તારફેન્સીંગ વાળી વાડી તરફ દોડ મૂકી હતી.
આ દરમિયાન લાલા ભાભળા નામના શખ્સે તેની પાસે રહેલી હાથ બનાવટવી બંદૂકમાંથી પ્રથમ કરશનભાઇ ઉપર એક રાઉન્ડમાં ફાયરિંગ કરતા મિસ થઇ ગયું હતું. ત્યારબાદ તેમના સાઢુભાઇ રાણાભાઇ ઉપર પણ ફાયરિંગ કરતા બંદૂકની બુલેટ હાથમાં વાગી ગઇ હતી. જેઓને લોહિયાળ ઇજા થઇ હતી. જ્યારે બે રાઉન્ડમાં ફાયરિંગ કરી ચારેય શખ્સો પોતાના વાહનો લઇને નાસી ગયા હતા,આ બનાવમાં ઇજા પામેલા રાણાભાઇને સારવાર અર્થે બોટાડની સબીહા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સાડા ત્રણ દાયકા પહેલા ખયેલા ખૂન બાદ બે પરિવાર વચ્ચે કાયમી દુશ્મનાવટ ઉભી થઇ હતી.
Read About Weather here
નોવી ગામના શખ્સોએ ખૂન કા બદલા ખૂનની જેમ અગાઉ વર્ષ 2009માં પણ કરશનભાઇ પર હુમલો કર્યો હતો. તે સમટે કરશનભાઇએ પોલીસ કેસ નોંધાવ્યો ન હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.જ્યારે ધોળા દિવસે ફિલ્મીઢબે પીછો કરી હત્યાના ઇરાદે થયેલા ફાયરિંગની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. ઘટના અંગે કરશનભાઇ એ ચારેય શખ્સો સામે પાળીયાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here