ફાયરિંગ મામલે કાર્યવાહી…!

ફાયરિંગ મામલે કાર્યવાહી…!
ફાયરિંગ મામલે કાર્યવાહી…!
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયા તાલુકાના બેહ ગામે સીમ વિસ્તારમાં આવેલ સાગર કુભાભાઇ મધુડાની વાડીએ યોજાયેલ લગ્ન પ્રસંગમાં સાગર કુભાભાઇ મધુડા અને અરજણભાઈ કાનાભાઈ મધુડા રે-સાલાયા નાકા ખંભાળીયા વાળાઓએ હથિયાર ધારાઓનો ભંગ કરતા કાર્યવાહી કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

દેવભૂમિ દ્વારકા જીલ્લાના બેહ ગામે યોજાયેલ એક લગ્ન પ્રસંગમાં જાહેરમાં ફાયરિગ કરતો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે ફાયરિંગ કરનાર શખ્સ અને તેને હથિયાર આપનાર તેના કાકા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસે બંને સામે આર્મ્સ એકટ કલમ.25(9),29(બી), 30 તથા જી.પી.એકટ કલમ.135 (1) મુજબ ફરિયાદ નોંધી હતી.

ફાયરિંગ મામલે કાર્યવાહી…! ફાયરિંગ

જેમાં આરોપી સાગર કુભાભાઇ મધુડાએ પોતાના કાકા અરજણભાઇના પાક રક્ષણ પરવાના વાળા ડબલ બેરલ હથિયાર(અગ્નિશસ્ત્ર) પરવાના વડે પોતે જાહેરમાં હવામાં ફાયરિંગ કરી તથા આરોપી અરજણભાઇ કાનાભાઇ મધુડાએ આરોપી સાગરને હથિયાર પરવાનો ધરાવતા ન હોય તેમ છતા તેઓએ પોતાના પાકરક્ષણ પરવાના વાળુ ડબલ બેરલ હથિયાર(અગ્નિશસ્ત્ર) તેમને ચલાવવા આપ્યું હતું.

Read About Weather here

આરોપી સાગરે હરજુગભાઇ કરમણભાઇ મધુડાના પુત્રના લગ્ન પ્રસંગમાં જાહેરમાં હવામા એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પીએસઆઈ કે.કેન.ઠાકરીયા સહિતના સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ બનાવનો વીડિયો સોશિયલ વાયરલ થતા પોલીસ હરકતમાં આવી હતી અને બંને સામે ફરિયાદ નોંધી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here