ફાઈટર જેટ ટેકઓફના થોડા સમય બાદ રડારથી ગાયબ…!

ફાઈટર જેટ ટેકઓફના થોડા સમય બાદ રડારથી ગાયબ...!
ફાઈટર જેટ ટેકઓફના થોડા સમય બાદ રડારથી ગાયબ...!
વિમાને મધ્ય જાપાનના કોમાત્સુ એરબેઝ પરથી ઉડાન ભરી હતી અને 5 કિલોમીટર પછી જાપાન સમુદ્ર ઉપર તેનું રડાર સાથે કનેક્શન તૂટી ગયું હતું. જાપાનની વાયુસેનાએ સોમવારે જણાવ્યું હતું કે એક ફાઇટર જેટ ટેકઓફના થોડા સમય બાદ રડારથી ગાયબ થઇ ગયું હતું અને તેની શોધ ચાલી રહી છે. જાપાન એર સેલ્ફ ડિફેન્સ ફોર્સનું F-15 ફાઈટર જેટ સોમવારે ટેક ઓફ કર્યા બાદ રડારથી ગાયબ થઈ ગયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

જાપાન એર સેલ્ફ-ડિફેન્સ ફોર્સના પ્રવક્તાએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, ‘ટેક-ઓફ પછી કોમાત્સુ કંટ્રોલ ટાવરના ડેટામાંથી એક F15 જેટ ગાયબ થઈ ગયું હતું.’ તેમણે કહ્યું કે વિમાન જાપાનના સમુદ્રની નજીક ગાયબ થઈ ગયું હતું, જે મધ્ય ઈશિકાવા ક્ષેત્રમાં કોમાત્સુ એરબેઝથી લગભગ પાંચ કિલોમીટર દૂર હતું. આ પ્લેન ક્રેશ થવાની આશંકા છે, જોકે આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

Read About Weather here

હવે તેની માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે પ્લેન બે ક્રૂ માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું, પરંતુ તેઓ એ પુષ્ટિ કરી શક્યા નથી કે જ્યારે તે ગાયબ થયું ત્યારે તેમાં કેટલા લોકો સવાર હતા. આ જેટનો ઉપયોગ ટ્રેનિંગ માટે કરવામાં આવતો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here