ફાંસીએ ચડાવી દો પણ રસી નહીં લઉં : વૃદ્ધ

ફાંસીએ ચડાવી દો પણ રસી નહીં લઉં : વૃદ્ધ
ફાંસીએ ચડાવી દો પણ રસી નહીં લઉં : વૃદ્ધ
આવો જ એક કિસ્સો મધ્ય પ્રદેશના ઇન્દૌરમાંથી સામે આવ્યો છે. જયાં રસીકરણ કરવા ગયેલી ટીમ સામે એક વૃદ્ઘે હંગામો ઊભો કર્યો હતો. આ પહેલા અહીંના સીહોરમાં રસીકરણ ટીમ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

ઓમિક્રોન વેરિયન્ટના વધતાં ખતરા વચ્ચે કેન્દ્ર સરકાર દેશભરમાં કોરોના રસીકરણને વેગ આપવા પ્રયત્ન કરી રહી છે. અનેક દેશોમાં ફેલાઈ ચૂકેલો ઓમિક્રોન વેરિયન્ટના ભારતમાં પણ કેસ સામે આવ્યા છે.

એવામાં કોરોના નિયમોનું પાલન કરવા અને રસી લઇ લેવા નાગરિકોને કેન્દ્ર અને રાજય સરકાર અપીલ કરી રહી છે. એવામાં કોરોના વેકસીન લેવામાં ડરનો સામનો કરી રહેલા અનેક લોકો સામે આવી રહ્યા છે.

માહિતી મુજબ, ઇન્દૌરના એક વૃદ્ઘે રસીકરણ ટીમને જોતાં જ નાટક શરું કરી દીધું હતું, આ દરમિયાન તેઓ એમ પણ બોલી રહ્યા હતા કે, ગોળી મારી દો કે ફાંસીએ ચડાવી દો પણ હું રસી નહીં જ લઉં.

સ્વાસ્થ કર્મચારીઓએ વૃદ્ઘનો વીડિયો બનાવી લીધો હતો, જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ કેસ ઇન્દૌરના રાલામંડળ વિસ્તારનો છે. જિલ્લા સ્વાસ્થ કર્મચારીઓની એક ટીમ અહીં લોકોને કોરોનાની રસી આપવા માટે નીકળી હતી.

આ દરમિયાનય એક વૃદ્ઘને જયારે રસી લેવા માટે કહેવામાં આવ્યું ત્યારે તેમણે સ્પષ્ટ ના પાડી દીધી હતી. હાલમાં વૃદ્ઘનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં સ્વાસ્થ કર્મચારીઓ તેમને કહી રહ્યા છે કે, તમને સરકાર રસી લગાવી રહી છે,

એવામાં વૃદ્ઘ ટીમને ગાળો પણ ભાંડે છે અને એમ પણ કહી રહ્યા છે કે સરકાર આવશે તો પણ તેઓ રસી નહીં લે.વદ્ઘે રસી નહીં લેવા પાછળ કારણ જણાવ્યું કે, તેમની પત્નીએ રસીનો પહેલો ડોઝ લીધો હતો

Read About Weather here

ત્યારે તે બીમાર પડી ગઇ હતી અને ૧૫ દિવસ સુધી પથારીવશ હતી. જો તે બીજો ડોઝ લેશે તો ફરીથી કંઇક થઇ જશે, તો પછી એમનું જમવાનું કોઇ બનાવશે. આ વૃદ્ઘે સ્પષ્ટ કરી દીધું હતું કે, તમે કંઇ પણ કરો હું રસી નહીં લઉં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here