ફરી દરિયાઇ પવનો ફુંકાવાનું શરૂ : આજે અને કાલે ગરમીમાં રાહત રહેશે

યુરોપમાં 1500 લોકોના મોત
યુરોપમાં 1500 લોકોના મોત
હવામાન કચેરીનાં જણાવ્યા મુજબ ફરી પવનની દિશા બદલાઇ છે અને હાલ ભેજવાળા દરિયાઇ પવનો ફુંકાવાનું શરૂ થયું છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે અને આવતીકાલે ગરમીમાં થોડી રાહત રહેશે અને વિવિધ સ્થળોએ 44 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાશે. આથી આજે અને આવતીકાલે બે દિવસ ગરમીમાં રાહત રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

જોકે તા.18 અને 19નાં રોજ ફરી તાપમાન વધશે અને મહતમ પારો 43 થી 44 ડિગ્રી આસપાસ નોંધાશે. દરમ્યાન ગઇકાલે પણ ઠેર ઠેર આકરી ગરમી અનુભવાઇ હતી. ગઇકાલે રાજયનાં આઠ શહેરોમાં 41થી 4ર ડિગ્રી સુધી તાપમાન નોંધાયુ હતું. ગઇરાલે રાજયમાં હાઇએસ્ટ તાપમાન રાજકોટ અને અમદાવાદ ખાતે 43.7 ડિગ્રી નોંધાયુ હતું.આ ઉપરાંત ભાવનગર ખાતે 41.5, સુરેન્દ્રનગરમાં 43.5, ડિસામાં 42.4, ગાંધીનગરમાં 43 અને કંડલા એરપોર્ટ ઉપર 42.9 ડિગ્રી મહતમ તાપમાન નોંધાવા પામ્યું હતું.

Read About Weather here

જયારે વલ્લભવિદ્યાનગર ખાતે 40.7, વડોદરામાં 40.8, સુરતમાં 34.2, ભુજમાં 40.4 ડિગ્રી તથા દરિયાકાંઠાનાં દ્વારકામાં 32, ઓખામાં 33.2, પોરબંદરમાં 34.4, વેરાવળમાં 33.6, દિવમાં 32.6 અને મહુવામાં 35 ડિગ્રી મહતમ તાપમાન નોંધાવા પામ્યું હતું

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here