ફટાકડાના વિસ્ફોટ થી બાળકે દ્રષ્ટી ગુમાવી…!

ફટાકડાના વિસ્ફોટ થી બાળકે દ્રષ્ટી ગુમાવી...!
ફટાકડાના વિસ્ફોટ થી બાળકે દ્રષ્ટી ગુમાવી...!
જો કે માતા-પિતાને ચેતવણી આપવામાં આવે છે કે બાળકોને તેમની દેખરેખ હેઠળ ફટાકડા બાળવા દેવા જોઈએ, પરંતુ આવું થતું નથી. દિવાળી પર બાળકો ફટાકડા ફોડવા માટે ઉત્સાહિત હોય છે, પરંતુ રમતગમતમાં તેઓ આવી ભૂલો કરે છે, જેનું પરિણામ ખૂબ જ ખરાબ આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

દર વર્ષે એવા અહેવાલો આવે છે કે ફટાકડા ફોડતી વખતે બાળકો ઇજાગ્રસ્ત થયા અથવા તેમના જીવ ગયા. ફટાકડા ફોડતી વખતે બાળકો સાવધાની વર્તતા નથી અને તેમની સાથે દુર્દ્યટના થાય છે.

આવી જ એક ઘટના મુંબઈના અંધેરીમાં બની છે. એક ૧૧ વર્ષનો બાળક તેની શેરીમાં મિત્રો સાથે ફટાકડા ફોડી રહ્યો હતો અને આ ઘટનામાં તેણે તેની આંખ ગુમાવી દીધી હતી.

મામલો મુંબઈના અંધેરીના ડીએન નગર વિસ્તારનો છે. મંગળવારે રાત્રે ૯ વાગ્યાની આસપાસ ૧૧ વર્ષીય સાંઈ ભારંકાર મિત્રો સાથે ફટાકડા ફોડી રહ્યો હતો ત્યારે તણખાથી તેની ડાબી આંખ અને નાકમાં ઈજા થઈ હતી.

આ અંગે માહિતી આપતા ડીએન નગર પોલીસે જણાવ્યું છે કે બાળકે ફટાકડામાં આગ લગાવી હતી અને તેના ઉપર ત્રણ બોકસ રાખ્યા હતા. થોડીવાર રાહ જોયા પછી જયારે ધમાકો ન થયો,

ત્યારે તેણે બોકસ હટાવીને જોવાનું શરૂ કર્યું. જેમ જ બાળકે ત્રણેય બોકસ હટાવ્યા કે તરત જ ફટાકડા ફૂટ્યો. ધમાકાના તણખાથી તેની આંખો અને નાક બળી ગઈ હતી.

અકસ્માત બાદ માતા-પિતા ઇજાગ્રસ્ત પુત્રને તાત્કાલિક જેજે હોસ્પિટલમાં લઈ ગયા, જયાં ડોકટરે તેમને જણાવ્યું કે તેની ડાબી આંખની દૃષ્ટિ જતી રહી છે. સ્થાનિક પોલીસે જણાવ્યું કે આ દ્યટના પોલીસ ડાયરીમાં નોંધવામાં આવી છે.

Read About Weather here

બાળકનું નિવેદન હજુ સુધી લઈ શકાયું નથી. આવી દ્યટનાઓમાંથી બોધપાઠ લેવો જરૂરી છે.બાળકને નાકમાં ટાંકા આવ્યા છે. તેની હજુ પણ જેજે હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here