પ્રેમીએ લગ્નનો ઇનકાર કરતા પ્રેમિકાએ ઝેર પીધૂ

પ્રેમીઇ લગ્નનો ઇનકાર કરતા પ્રેમિકાએ ઝેર પીધૂ
પ્રેમીઇ લગ્નનો ઇનકાર કરતા પ્રેમિકાએ ઝેર પીધૂ

કાલાવડના બામણગામ બનેલી ઘટના

યુવતીને બેભાન હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડાય

કાલાવડ તાલુકાના બામણગામે રહેતી યુવતીને તેના પ્રેમી અને તેના પરિવારે પ્રેમ લગ્ન કરવાની ના પાડતાં યુવતિને લાગી આવ્યું હતું યુવતીએ આવેશમાં આવી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો યુવતીને ઝેરી અસર થતાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી.

Subscribe Saurashtra Kranti here

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કાલાવડ તાલુકાના બામણ ગામે રહેતી કિંજલબેન બાબુભાઈ મકવાણા નામની 21 વર્ષની યુવતીએ રાત્રીના નવેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી યુવતીને ઝેરી અસર થતાં તાત્કાલિક સારવાર અર્થે કાલાવડ ખસેડવામાં આવી હતી જ્યાં તેણીની તબીયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

Read About Weather here

આ અંગે પ્રાથમિક પૂછતાછમાં ઝેરી દવા પી લેનાર યુવતી ચાર બહેનોમાં મોટી અને મેટોડા જીઆઇડીસીમાં કામ કરી પરિવારને આર્થિક મદદ કરતી હતી મેટોડા જીઆઇડીસીમાં સાથે કામ કરતા જામકંડોરણા પંથકના ચરેલ ગામના યુવક સાથે આંખ મળી જતા છેલ્લા છએક મહિનાથી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો પ્રેમી યુવક અને તેના પરિવારે લગ્નની ના પાડતાં કિંજલબેન મકવાણાને લાગી આવતા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે કાલાવડ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleનાગેશ્વર પાસે બે ATM માથી રૂ.16 લાખથી વધુની ચોરી
Next articleપડધરીમાં રાત્રી કરફ્યુમાં બાળકો રમવા મુદ્દે દંપતી પર ત્રણ શખ્સોનો હુમલો