પ્રેમિકાને મળવા પ્રેમી 2000 કિમી પગપાળા ચાલી પંજાબ પહોંચ્યો

પ્રેમિકાને મળવા પ્રેમી 2000 કિમી પગપાળા ચાલી પંજાબ પહોંચ્યો
પ્રેમિકાને મળવા પ્રેમી 2000 કિમી પગપાળા ચાલી પંજાબ પહોંચ્યો
ફેસબુક પર થયો પ્રેમ

પ્રેમી બાંગ્લાદેશનો સરહદ પાર કરી પાકિસ્તાન જવાની કોશિશ કરતા અટારી બોર્ડરે પકડાયોઈન્ટરનેટના સમયમાં સોશિયલ મીડિયા પર મિત્રતા અને પ્રેમ હવે ખૂબ જ સામાન્ય વાત બની ગઈ છે.

Subscribe Saurashtra Kranti here

સમય-સમય પર સોશિયલ મીડિયા પર પાંગરેલા પ્રેમના કિસ્સાઓ સામે આવતા રહે છે, ત્યારે આવો જ એક કિસ્સો હાલમાં કોરોનાના સમયગાળામાં પણ સામે આવ્યો છે, જેમાં બાંગ્લાદેશનો એક પ્રેમી પોતાની ગર્લફ્રેન્ડને મળવા માટે 2000 કિમી દૂર અમૃતસર પગપાળા ચાલીને આવી પહોંચ્યો, પણ અટારી બોર્ડર પર એ પકડાઈ ગયો.


પાકિસ્તાન જવાની કોશિશ કરતા સમયે એ બીએસએફના હાથે ચઢી ગયો, પૂછપરછ દરમ્યાન આ પ્રેમી યુવકે પોતાની નામ નયન મિયાં ઉર્ફે અબ્દુલ્લાહ જણાવતા બધી જ હકીકત જણાવી. મિયાંએ જણાવ્યું કે કેવી રીતે એ લાહોરની રૂબીનાને ફેસબૂક પર મળ્યો અને કેવી રીતે બંને વચ્ચે પહેલા મિત્રતા અને પછી પ્રેમ થયો.

બંને હવે લગ્ન કરીને હંમેશા માટે એકબીજાના થઇ જવા માંગતા હતા. આ જ કારણ હતું કે રુબીનાએ એને લાહૌર બોલાવ્યો તો એ બધી જ સરહદો પાર કરીને પાકિસ્તાન જવાની કોશિશ કરવા લાગ્યો. પોતાના દેશની સરહદ પાર કરીને એ ભારત આવ્યો, કોલકાતામાં ઘૂસીને એ દિલ્હી પહોંચ્યો અને ત્યાંથી અમૃતસર.

Read About Weather here

જયારે કોરોનાના કારણે જયારે લોકડાઉન લાગી ગયું અને દરેક તરફથી રસ્તાઓ બંધ થઇ ગયા. એવામાં રૂબીનાને વચન આપ્યું હતું કે જો મિયાં લાહૌર આવી જાય છે એ એની સાથે નિકાહ કરી લેશે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here