પોલીસે ગણતરીની કલાકોમાં મુક્ત કરાવી આરોપીને સંકજામાં લીધો ; ચારની શોધખોળ
શહેરના રૈયારોડ પર આલ્પ ગ્રીન સીટી પાછળ દ્વારકેશ પાર્કમાં રહેતી પ્રેમલગ્ન કરી રહેતી પરિણીતાને તેનો ભાઈ સહિત પાંચ શખ્સો બળજબરી પૂર્વક ઇકો કારમાં અપહરણ કરી ગયાની તેના પતિએ ફરિયાદ નોંધાવતા યુનિવર્સિટી પોલીસે તાકીદે નાકાબંધી કરી પરિણીતાને હેમખેમ છોડાવી લઈ વધુ તપાસ હાથ ધરી છે.
Visit Saurashtra Kranti Homepage here
બનાવ અંગે દ્વારકેશ પાર્કમાં રહેતા માર્શલ મોટર ગેરેજનું સંચાલન કરતા દીપેશ ખીમજી પંચાસરા ( ઉ.વ ૨૬ ) એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં તેના સાળા નીતિન જસા સરેણા ( રહે. મોટી પાનેલી હુડકો સોસાયટી )સહિત પાંચ શખ્સો સામે બળજબરી પૂર્વક અપહરણ કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવી છે. પી.એસ.આઈ બી.જી.ડાંગરે ૩૬૫, ૪૫૧, ૧૨૦ બી મુજબ ગુનો નોંધયો છે.
ફરિયાદી દીપેશ પંચાસરાએ જણાવ્યું છે કે પોતે વડીયા ગામે રહેતી ઉર્મિલા જસા સરેણા સાથે પ્રેમલગ્ન કર્યા છે.જે તેના સાળા, માતા પિતાને ગમતું ન હોય તેથી હું મોટરના ગેરેજ હોઉં, ત્યારે પાછળથી ઇકો કારમાં આવી સાળા નીતિન સેરેણા સહિત પાંચ શખ્સો અપહરણ કરી લઈ ગયા હતા. જે અંગેની જાણ થતાં હું ફરિયાદ નોંધવું છે.
Read About Weather here
ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસ મથકના પી.એસ.આઈ બી.જે.ડાંગરે તપાસ શરૂ કરી પરિણીતાને હેમખેમ છોડાવી લઈ આરોપી નીતિન સરેણાની ધરપકડ કરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here