આ પ્રસંગે પ્રિયંકા ચોપરાએ પોતાની દીકરીની પહેલી ઝલક શૅર કરી હતી. 8 મેના રોજ વિશ્વભરમાં મધર્સ ડે સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. જોકે તેણે દીકરીનો ચહેરો બતાવ્યો નહોતો. પ્રિયંકા તથા નિક માટે આ દિવસ ઘણો જ ખાસ રહ્યો હતો, કારણ કે કપલ 100 દિવસ બાદ દીકરીને હોસ્પિટલથી ઘરે લઈને આવ્યા હતા. દીકરીની તસવીર શૅર કરીને પ્રિયંકાએ લાંબી પોસ્ટ શૅર કરી હતી. તેણે કહ્યું હતું કે NICU (નીઑનટલ ઇન્ટેસિવ કૅર યુનિટ)માં 100 દિવસથી વધુ રહ્યા બાદ અમારી દીકરી ઘરે આવી ગઈદીકરીની પહેલી ઝલક શૅર કરીને પ્રિયંકાએ કહ્યું હતું, ‘છેલ્લા કેટલાક મહિનાઓ અમારા માટે રોલર કોસ્ટર જેવા રહ્યા હતા અને આ મધર્સ ડે પર અમે આ અંગે વિચારીએ છીએ. અમને ખ્યાલ છે કે માત્ર અમે જ નહીં, પરંતુ અમારા જેવા અનેક લોકોએ આવો અનુભવ કર્યો હશે.
Visit Saurashtra Kranti Homepage here
NICUમાં 100 દિવસથી પણ વધુ દિવસ પસાર કર્યા બાદ અંતે અમારી નાનકડી દીકરી ઘરે આવી ગઈ.’પ્રિયંકાએ કહ્યું હતું ‘દરેક પરિવારની સફર અલગ હોય છે અને એમાં વિશ્વાસની જરૂર હોય છે. અમારા માટે છેલ્લા કેટલાક મહિના મુશ્કેલભર્યા રહ્યા, પરંતુ અમે પાછળ ફરીને જોઈએ છીએ તો એ ક્લિયર થાય છે કે દરેક ક્ષણ કેટલી કીમતી તથા પર્ફેક્ટ છે. અમે ખુશ છીએ કે અમારી દીકરી ઘરે આવી ગઈ. અમે લોસ એન્જલ્સના રેડી ચિલ્ડ્રન લા જોલા તથા સીડર સિનાઇ હોસ્પિટલના દરેક ડૉક્ટર, નર્સ તથા એક્સપર્ટ્સનો આભાર માનીએ છીએ. આ તમામે નિઃસ્વાર્થભાવે અમને દરેક સમયે સાથ આપ્યો. અમારા જીવનનું નેકસ્ટ ચેપ્ટર હવે શરૂ થવા જઈ રહ્યું છે. મમ્મી તથા ડેડી તને ઘણો જ પ્રેમ કરે છે. ઓમ નમઃ શિવાય.’નિકે પ્રિયંકાનાં વખાણ કરતાં કહ્યું હતું, ‘તમામ માતાઓ તથા કેર ગિવર્સને હેપ્પી મધર્સ ડે.

હું એક ક્ષણ મારી અતુલ્ય પત્ની પ્રિયંકા ચોપરાને સ્પેશિયલ મધર્સ ડે વિશ કરવા માગીશ. આ તેનો પહેલો મધર્સ ડે છે. તું મને દરેક રીતે પ્રેરણા આપે છે અને તું આ નવો રોલ પણ એટલી જ સહજતાથી નિભાવી રહી છે. હું આ સફરમાં તારી સાથે રહીને ઘણો જ ખુશ છું. તું અત્યારથી જ એક સારી માતા છે. આઇ લવ યુ.’સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કપલે બાળકીના બર્થ સર્ટિફિકેટમાં માલતી મેરી ચોપરા જોનસ નામ લખાવ્યું છે. આ સર્ટિફિકેટમાં લખ્યું છે કે માલતીનો જન્મ 15 જાન્યુઆરીના રોજ કેલિફોર્નિયાના સેન ડિએગોમાં રાતના આઠ વાગ્યા પછી થયો હતો. માલતી શબ્દ સંસ્કૃતમાંથી લેવામાં આવ્યો છે. માલતીનો અર્થ સુગંધીદાર ફૂલ તથા ચાંદની (મૂનલાઇટ) થાય છે. તો મેરી લેટિન ભાષાના સ્ટેલા મેરિસમાંથી લેવામાં આવ્યો છે. આનો અર્થ સમુદ્રનો તારો એવો થાય છે.

Read About Weather here

બાઇબલમાં પણ આ નામ છે અને એનો અર્થ ઇશુની માતા એવો થાય છે.પ્રિયંકાએ સો.મીડિયામાં કહ્યું હતું, ‘અમને એ જણાવતાં આનંદ થાય છે કે અમે સરોગસીની મદદથી અમારા જીવનમાં એક બાળકનું સ્વાગત કરીએ છીએ. અમે અમારા પરિવાર માટે તમને સન્માનપૂર્વક આગ્રહ કરીએ છીએ કે આ ખાસ સમયમાં અમારી પ્રાઇવસીનું ધ્યાન રાખો.’સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ડિલિવરી એપ્રિલ મહિનામાં થવાની હતી, પરંતુ ડિલિવરી ઘણી જ પ્રીમેચ્યોર થઈ હતી. પ્રિયંકા-નિકની દીકરીને જન્મ આપનારી મહિલાની આ પાંચમી સરોગસી છે. પ્રિયંકા તથા નિક તે મહિલાને મળ્યાં હતાં અને તેમને તે યોગ્ય લાગી હતી અને પછી તેમણે તે જ મહિલા પાસે સરોગસી કરાવવાનું નક્કી કર્યું હતું.પ્રિયંકા તથા નિકે ડિસેમ્બર, 2018માં રાજસ્થાનના જોધપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યા હતા. આ લગ્ન ક્રિશ્ચિયન તથા હિંદુ વિધિથી કરવામાં આવ્યા હતા. લગ્ન બાદ પ્રિયંકાએ મુંબઈમાં ભવ્ય રિસેપ્શન આપ્યું હતું.લગ્નમાં માત્ર પરિવારના સભ્યો તથા મિત્રો હાજર રહ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here
Read About Weather here