પ્રયાગરાજના મહંતના મોતની તપાસ સીબીઆઇને સોંપવા કેન્દ્રને યુપી સરકારની ભલામણ: શિષ્ય જેલ ભેગો

પ્રયાગરાજના મહંતના મોતની તપાસ સીબીઆઇને સોંપવા કેન્દ્રને યુપી સરકારની ભલામણ: શિષ્ય જેલ ભેગો
પ્રયાગરાજના મહંતના મોતની તપાસ સીબીઆઇને સોંપવા કેન્દ્રને યુપી સરકારની ભલામણ: શિષ્ય જેલ ભેગો

જેલવાસી શિષ્ય આનંદગીરીની વૈભવી જીવનશૈલી શંકાના દાયરામાં: આધુનિક કાર, ક્રુઝબોટમાં સફર, મહિલાઓ સાથે લફરા આનંદગીરીના શોખ

પ્રયાગરાજના વાઘમ્બરી મઠના વડા અને અખીલ ભારત અખાડા પરિષદનાં પ્રમુખ મહંત નરેન્દ્રગીરીનાં રહસ્યમય આપધાતની ઘટના અંગે સીબીઆઇને તપાસ સોંપવા યુપીની સરકારે કેન્દ્રને ભલામણ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

અત્યારે પ્રયાગરાજની ક્રાઇમ બ્રાંચ તપાસ ચલાવી રહી છે. મહંતનાં આપધાતના કેસમાં ઝડપાયેલા એમના શિષ્ય આનંદગીરી અને બીજા આરોપી આધ્યા તીવારીને 14 દિવસની જયુબીસલ કસ્ટીડીમાં મોકલી દેવામાં આવ્યા છે. આ બન્નેને નૈનીતાલની જેલમાં રાખવામાં આવ્યા છે.

દરમ્યાન મહંતના મુખ્ય શિષ્ય ગણાતા આનંદગીરીની વૈભવી જીવનશૈલીની વિગતો ધીમેધીમે બહાર આવી રહી છે. આધુનિક અને ચળકતી કાર અને આધુનિક ક્રુઝ બોટમાં મહાલવાના શોખીન આનંદગીરીના અનેક મહિલાઓ સાથે લફરા હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું છે.

એક ધનવાન પરિવારના દિકરાની જેમ જીવન જીવતા શોખીન આનંદગીરીને મઠના વડા બનવું હતું એવું બહાર આવ્યું છે. મઠની અબજો રૂપીયાની મીલકતોને લઇને મૃતક મહંત નરેન્દ્રગીરી અને છેલબટાઉ શિષ્ય આનંદગીરી વચ્ચે લાંબા સમયથી ખટરાગ ચાલી રહયો હતો

તેવું પોલીસ તપાસમાં ખુલ્યું છે. ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે સીબીઆઇને તપાસ સોંપવા આજે કેન્દ્ર સરકારને ભલામણ કરી છે. દરમ્યાન મહંતના શિષ્ય આનંદગીરીનો હરિદ્વાર ખાતેનો આશ્રમ રાજય સરકારે શીલ કરી દીધો છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

એવું કહેવાય છે કે, કોઇ યુવતી સાથેનો મહંતનો બનાવટી ફોટો તૈયાર કરીને ફોટાનું મોરપીન કરી આરોપી આનંદગીરી તથા આધ્યા તીવરી સહિતના શખ્સો સતત મહંતને પંજવી રહયા હતા

Read About Weather here

અને બ્લેકમેઇલ કરી રહયા હતા. સન્યાસી બન્યા છતાં આનંદગીરીને વૈયભવિ અને ખર્ચાળ જીવન જીવવના ટેવ પડી ગઇ હતી.(2.11)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here