પ્રમુખ પદેથી દિલીપ સખીયાનું રાજીનામું

પ્રમુખ પદેથી દિલીપ સખીયાનું રાજીનામું
પ્રમુખ પદેથી દિલીપ સખીયાનું રાજીનામું

રાજકોટ જિલ્લા કિસાન સંઘના
ચેકડેમો બનાવવા તેમજ ગૌશાળાના વિકાસ માટે વધારે પડતાં કામોથી રાજીનામું આપ્યું: દિલીપ સખીયા

ભારતીય કિસાન સંઘના પ્રદેશના પ્રમુખ વિઠ્ઠલભાઈ દૂધાત્રા અને પ્રદેશ મહામંત્રી બાબુભાઇ પટેલને રાજકોટ જિલ્લા કિસાન સંઘના પ્રમુખ પદેથી દિલીપભાઇ સખિયા એ રાજીનામું સ્વીકારી અને મંજૂર કરવા પત્ર પાઠવ્યો હતો. દિલીપ સખીયાએ જણાવ્યું હતું

Visit Saurashtra Kranti Homepage here

કે, જિલ્લા પ્રમુખ પદેથી રાજીનામું સ્વીકારી લીધું છે. વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષથી ભારતીય કિસાન સંઘ રાજકોટ જિલ્લાના પ્રમુખ તરીકેની જવાબદારી તમારા બધાના સહકારથી નિભાવી રહ્યા હતો.

આ ચાર વર્ષમાં ખેડૂતોને લગતા કોઈપણ પ્રશ્ર્નને જે તે વિભાગમાં રજૂઆત કરવા માટે થાય તેટલા સતત પ્રયત્ન કરેલ છે. રાજકોટ જિલ્લાના દરેક તાલુકાના કિસાન સંઘના કાર્યકર્તાઓએ પણ તનતોડ મહેનત કરી અને કિસાનોના પ્રશ્ર્નોની રજૂઆત કરવામાં સાથ સહકાર આપ્યો છે.

તે દરેક કાર્યકર્તાઓનો દિલથી આભાર માનું છું. હાલ કિસાનોના વિકાસ માટે ચેકડેમો બનાવવા તેમજ ગૌશાળા અને ગાયોના વિકાસ માટે વધારે પડતા કામ હોવાના કારણે, હું ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખના હોદ્દા ઉપરથી રાજીખુશીથી રાજીનામું આપું છું.

પરંતુ ભવિષ્યમાં પણ ખેડૂતોના વિકાસ માટે જે પણ થઇ શકે તેવા દરેક કાર્ય કરતા રહીશું. ભારતીય કિસાન સંઘના પ્રદેશ પ્રમુખ વિઠ્ઠલભાઈ દુધાત્રા તેમજ મંત્રી બાબુભાઇ

Read About Weather here

પટેલે પણ હર હંમેશ અમને માર્ગદર્શન આપી અને ખેડૂતોના કામ માટે સતત મદદરૂપ થયેલા છે. તે બદલ હું પ્રદેશની ટીમનો પણ ખુબ ખુબ આભાર માનું છું.(1.13)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here