પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રાજકોટમાં ભવ્ય રોડ શો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રાજકોટમાં ભવ્ય રોડ શો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રાજકોટમાં ભવ્ય રોડ શો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજકોટની મુલાકાતે તેઓ એરપોર્ટ થી રેસકોર્સ સભા સ્થળ સુધી 1.5 કિલોમીટરના રૂટ પર ભવ્ય રોડ શો યોજવાના છે. રોડ શોના રૂટ પર કુલ 60 જેટલા સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે જેના પરથી ભાજપના અલગ અલગ મોરચા તેમજ શૈક્ષણિક તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાતના પ્રખ્યાત ગરબા, તલવાર રાસ, રબારી પહેરવેશ સાથે છત્રી ડાન્સ અને નાસિક ઢોલ સહીત વિવિધ અલગ અલગ રંગો પ્રધાનમંત્રીને આવકારતા નજરે પડશે. રાજકોટ શહેર ભાજપ દ્વારા પ્રધાનમંત્રીને આવકારવા માટે છેલ્લા 10 દિવસથી તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. એરપોર્ટથી રેસકોર્સ સુધીના આ 1.5 કિલોમીટરના આ રોડ શોને ભવ્ય તેમજ યાદગાર બનાવવા માટે ખાસ આયોજન રાજકોટ શહેર ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી દ્વારા અલગ અલગ સમાજના આગેવાનો સંગઠનો તેમજ શૈક્ષણિક સંસ્થાઓ અને અલગ અલગ મોરચાના લોકોને સાથે રાખી મિટિંગો કરી રોડ શો માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here