પ્રદ્યુમન પાર્ક ઝુમાં સફેદ વાઘણ કાવેરીએ બે બાળવાઘને જન્મ આપ્યો

પ્રદ્યુમન પાર્ક ઝુમાં સફેદ વાઘણ કાવેરીએ બે બાળવાઘને જન્મ આપ્યો
પ્રદ્યુમન પાર્ક ઝુમાં સફેદ વાઘણ કાવેરીએ બે બાળવાઘને જન્મ આપ્યો
રાજકોટ મ્યુનિ. સંચાલિત પ્રદ્યમનપાર્ક ઝૂ ખાતે સફેદ વાઘણે બે બાળ વાઘને જન્મ આપ્યો છે. છે. 7 વર્ષ પહેલા એક સફેદ વાઘ અને 3 સફેદ વાઘણને છતીસગઢના ભીલાઈના મૈત્રી બાગ ઝૂમાંથી લાવવામાં આવી હતી. જેમાં નર વાઘનું નામ દિવાકર છે અને બે વાઘણના નામ કાવેરી છે.

Visit Saurashtra Kranti Homepage here

સફેદ વાઘ દિવાકર અને માદા વાઘણ કાવેરીના સંવનનથી 108 દિવસના ગર્ભાવસ્‍થાના અંતે આજે વહેલી સવારના સમયે 2 વાઘ બાળનો જન્‍મ થયો છે. રાજકોટ ઝૂ ખાતે અત્‍યાર સુધીમાં કુલ 13 સફેદ વાઘ બાળનો જન્‍મ થયેલ જેમાંથી ગાયત્રી વાઘણે 10 બચ્‍ચાંને જન્‍મ આપેલ, યશોધરા વાઘણે 1 બચ્‍ચાંને જન્‍મ આપેલ તેમજ કાવેરી વાઘણે 02 બચ્‍ચાંને જન્‍મ આપેલ.

હાલ માતા ગાયત્રી દ્વારા બચ્‍ચાંઓની પૂરતી કાળજી રાખવામાં આવે છે. હાલ માતા તથા બચ્ચા બન્ને તંદુરસ્‍ત છે. ઝૂ વેટરનરી ઓફિસર અને ટીમ દ્વારા માતા તથા બચ્‍ચાંઓનું સીસીટીવી દ્વારા રાઉન્‍ડ ધ ક્લોક મોનિટરિંગ કરવામાં આવે છે તેમ મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને બાગબગીચા અને ઝૂ સમિતિના ચેરમેન અનીતાબેન ગોસ્વામીની સંયુક્ત યાદીમાં જણાવાયું છે.

Read About Weather here

રાજકોટ ઝૂમાં અગાઉ સફેદ વાઘમાં થયેલી બ્રીડીંગની વિગત1. નર વાઘ દિવાકર તથા માદા વાઘણ યશોધરાના સંવનનથી તા.06/05/2015ના રોજ સફેદ વાઘ બાળ 1 માદાનો જન્મ થયો.2. નર વાઘ દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી તા.15/05/2015ના રોજ સફેદ વાઘ બાળ 4 માદાનો જન્‍મ થયો.3. નર વાઘ દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી તા.02/04/2019ના રોજ સફેદ વાઘ બાળ 4 (નર-2, માદા-2)નો જન્‍મ થયો.4. તાજેતરમાં નર વાઘ દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી તા.18/05/2022ના રોજ સફેદ વાઘ બાળ 2 નરનો જન્‍મ થયો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here