પ્રદ્યુમન પાર્કમાં ઋત્વીની તબિયમાં ફેરફાર

પ્રદ્યુમન પાર્કમાં ઋત્વી
પ્રદ્યુમન પાર્કમાં ઋત્વી

પ્રદ્યુમન પાર્કમાં સોમવારે ખતરનાક ઝેરી સર્પ ક્રોબાએ દંશ માર્યો હતો

રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝુમાં ગત રાત્રે ખતરનાક ઝેરી સર્પ કોબ્રાએ સિંહના પાંજરામાં હુમલો કરતા સિંહણને દંશ મારતા સાડા છ વર્ષની સિંહણની સ્થિતિ ગંભીર બની હતી જે બાદ તુરંત સારવાર શરૂ કરતાં આજે તબિયત સુધારા પર જોવા મળી રહી છે.

Subscribe Saurashtra Kranti here

રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝુમાં હાલ મીની લોકડાઉનના કારણે સંક્રમણ વધુ ફેલાઇ નહીં તે માટે પ્રવાસીઓને ફરવા જવા માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રવિવારે રાત્રીના સમયે સિંહના વિશાળ અને ઉંડા પાંજરામાં એકાએક કોબ્રા નાગ ચડી આવ્યો હતો. ગમે તે કારણે આ કોબ્રાએ સાડા છ વર્ષની ઋત્વી નામની સિંહણને દંશ મારી દીધો હતો અને તે બેભાન થઇ ગઇ હતી.

Read About Weather here

આ ઘટનાની જાણ થતા કમિશ્નર ઉદિત અગ્રવાલ પણ સ્થળ પર પહોંચ્યા હતા. કોબ્રાનું ઝેર કાઢવા માટે સિંહણને સમયસર એન્ટીસ્નેક વેનમની સારવાર શરુ કરાતા ઇન્જેકશન મારફત તેના શરીરમાંથી વધુમાં વધુ ઝેર કાઢવા પ્રયાસો કરાયા હતા જે બાદ આજે તબિયત સુધારા પર છે અને સિંહણ હલન ચલન કરો શક્તિ હોવાની માહિતી સામે આવી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here