પ્રચંડ મેઘતાંડવને પગલે રેલવે લાઈનને નુકસાન

પ્રચંડ મેઘતાંડવને પગલે રેલવે લાઈનને નુકસાન
પ્રચંડ મેઘતાંડવને પગલે રેલવે લાઈનને નુકસાન

હાપા-રાજકોટ સેક્શન પર 200 મીટર લાંબા પાટા પર પાણી ફરી વળ્યા: કુલ 6 સ્થળે રેલવેના પાટા ઘોવાઇ ગયા, 10 ટ્રેનના રૂટ બદલાયા યા રદ્દ કરાયા

સૌરાષ્ટ્રમાં રવિવારની રાત અને સોમવારે દિવસભર તમામ તાલુકાઓમાં મેઘતાંડવ સર્જાવાને પગલે તારાજીનાં અને નુકશાનીનાં વ્યાપક દ્રશ્યોની વણઝાર સર્જાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

સૌરાષ્ટ્રમાં જામનગર જિલ્લામાં અને જૂનાગઢ જિલ્લામાં ભારે તારાજી સર્જાઈ છે.

હાલારમાં ગ્રામ્ય વિસ્તારોમાં ધસમસ્તી નદીઓને કારણે ગામડાઓ બેટ બની જવાથી સેંકડો પશુધનનાં મોત થયાનું જાણવા મળ્યું છે.

પશ્ર્ચિમ રેલવેને પણ ભારે નુકશાન સહન કરવું પડ્યું છે. ખાસ કરીને રાજકોટ-જામનગર વચ્ચે ઠેકઠેકાણે રેલવેનાં પાટા ધોવાઇ ગયા છે.

રેલવેને અને શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં માલ મિલકતને કરોડો રૂપિયાનું નુકશાન થયું હોવાનું અંદાજ માંગવામાં આવે છે.

પશ્ર્ચિમ રેલવેની વાત કરીએ તો હાપા-રાજકોટ સેક્શન પર જ 200 મીટર જેટલા પાટા ધોવાઇ ગયા હતા.

રેલવે ટ્રેક પર ધસમસ્તા પાણી ફરી વળ્યા હોવાથી 10 જેટલી ટ્રેનો કાં તો રદ્દ કરાઈ હતી

અથવા એમના રૂટ બદલવામાં આવ્યા હતા. અલ્યાબાળા અને જામવણથલી વચ્ચેના રેલવે પાટાઓને ભારે નુકસાન થવા પામ્યું છે.

તેમ વિગતો આપતા રાજકોટ ડીવીઝનનાં અધિકારીઓએ જણાવ્યું હતું

કે, ભારે વરસાદથી રેલવેનાં પાટાઓ પર પાણી ફરી વળવાથી રેલવે ટ્રેક નીચેની માટી ધોવાઇ ગઈ હતી.

6 સ્થળે પાટાને ભારે નુકશાન થયું છે. પરિસ્થિતિ રાબેતા મુજબની કરવા માટે અને ટ્રેન વ્યવહાર પૂર્વવત કરવા માટે હજુ 24 કલાકનો સમય લાગશે.

પાણી ઓસરી જાય તે પછી પાટાઓનું રીપેરીંગ કરી શકાશે. રાજકોટ-ઓખા વચ્ચે બે ટ્રેન રદ્દ કરવી પડી છે.

રેલવેનાં અધિકારીએ જણાવ્યું હતું કે, માતા વૈષ્ણોદેવી, કટરા-જામનગર સ્પેશિયલ ટ્રેન રાજકોટ રોકી દેવી પડી હતી

જે મોડી સાંજે જામનગર રવાના થઇ હતી. ઓખા- અમદાવાદ-મુંબઈ ટ્રેન, ઓખા-સોમનાથ, ઓખા-અમદાવાદ-જયપુર,

Read About Weather here

પોરબંદર-અમદાવાદ-મુંબઈ, ઓખા-સોમનાથ અને મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ-પોરબંદર ટ્રેનનાં રૂટ બદલવા પડ્યા હતા અને શેડ્યુલમાં પણ મોડું થયું હતું.(2.12)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here